તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Heavy Rain And Cloude Brust In Uttrakhand, SDRF Conducted Rescue Operations In Dehradun Amid Incessant Rainfall In The City.

ઉત્તરાખંડમાં આફત વરસી:સંતલાદેવી વિસ્તારમાં બે વખત વાદળ ફાટ્યાં, દેહરાદૂનમાં સાંબેલાધાર વરસાદથી હાલત ખરાબ, SDRF ની મદદ લેવી પડી

એક મહિનો પહેલા
  • સંતલાદેવી વિસ્તારમાં વાદળ ફાટતાં સ્થિતિ બેકાબૂ થઈ
  • લોકોનાં ઘરમાં વરસાદના પાણી સાથે પથ્થરો અને કાટમાળ ઘૂસ્યા

ઉત્તરાખંડના દેહરાદૂનમાં મંગળવારે આકાશમાંથી આફત વરસી છે. અહીં સતત 7 કલાક સુધી વરસાદ થયો હોવાને કારણે સ્થાનિકોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં. લોકોનાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયાં હતાં. સંતલા દેવી વિસ્તારમાં બેવાર વાદળ ફાટવાને કારણે હાલત બેકાબૂ થઈ ગઈ હતી. જોકે સારી વાત એ રહી કે કોઈના જીવ નથી ગયા.

હવામાન વિભાગ (IMD)એ પહેલાં જ 26 ઓગસ્ટ સુધી ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીની ચેતવણી આપી હતી. આ પહેલાં જ દેહરાદૂનમાં સતત 7 કલાક સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. એને કારણે રસ્તાઓ તો પાણી પાણી થઈ જ ગયા હતા. એ ઉપરાંત લોકોનાં ઘરમાં પાણીની સાથે સાથે માટી અને મોટા મોટા પથ્થરો પણ ઘૂસી ગયાં હતાં. હાલત એવી થઈ ગઈ હતી કે જે જગ્યાએ મોટી મોટી ગાડીઓ ચાલતી હતી એ રસ્તાઓ પાર કરવા માટે SDRFને દોરડાનો સહારો લઈને લોકોનું રેસ્ક્યૂ કરવું પડ્યું હતું.

ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ છે. દેહરાદૂનના આઈટી પાર્ક જેવા પોશ વિસ્તારમાં પણ રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી હતી. રસ્તાઓ પર એટલાં પાણી ભરાઈ ગયાં હતાં કે વાહનવ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. ઘણી ગાડીઓ આ દરમિયાન રસ્તામાં ફસાઈ ગઈ હતી. રસ્તો ક્રોસ કરાવવા માટે પણ SDRFએ આવવું પડ્યું હતું. આઈટી પાર્કથી જ SDRFએ 12થી વધારે લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

સંતલાદેવી વિસ્તારમાં 2 વાર વાદળ ફાટ્યું
દેહરાદૂનના સંતલાદેવી મંદિર પાસે ખડબચડા રસ્તાની હાલત વધુ ખરાબ છે. અહીં બેવાર વાદળ ફાટવાને કારણે ઘણાનાં ઘરોમાં વરસાદના પાણીની સાથે સાથે પહાડ પરથી આવતો કાટમાળ પણ ઘૂસી ગયો છે. ઘણાં ઘરોમાં મોટા મોટા પથ્થરોની સાથે માટી પણ ઘૂસી ગઈ છે. સ્થિતિ એટલી ખરાબ થઈ છે કે ઘરનાં છાપરાં પણ ઊડી ગયાં અને મોટા મોટા પથ્થરો પતરાં ચીરીને ઘરમાં આવીને પડ્યા છે. જોકે સારી વાત એ છે કે કોઈના પણ જીવ ગયા નથી. જોકે લોકોનાં ઘર અને ઘરવખરી ચોક્કસ બરબાદ થઈ ગયાં છે.

મંગળવારે રાતે વાદળ ફાટવાની માહિતી મળતાં અધિકારીઓની સાથે ખડબચડા વિસ્તારમાં પહોંચેલા કેબિનેટ મંત્રી ગણેશ જોશીએ જણાવ્યું હતું કે આખા વિસ્તારમાં કાટમાળ અને કીચડ ફેલાઈ ગયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કાટમાળને કારણે તમને તેમના ગામ પહોંચવામાં પણ ઘણી મુશ્કેલી થઈ હતી. લોકોનાં ઘરો અને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યાં છે.

મોડી રાતે રિસ્પના અને બિંદાલ નદીઓમાં પૂર આવ્યાં પછી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજકુમાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પૂર્વ ધારાસભ્ય રાજકુમારે જણાવ્યું હતું કે લોકોનાં ઘરોમાં બેથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં છે. નદીઓ આવેલા પૂરને કારણે ઘણા લોકોનાં ઘર બરબાદ થયાં છે. આ જોખમને ધ્યાનમાં રાખીને પ્રભાવિત પરિવારોને સામુદાયિક ભવનમાં મોકલવાનું કહેવામાં આવ્યું છે. અધિકારીઓને આ વિશે માહિતી પણ આપી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...