• Gujarati News
  • National
  • Heavy Rain Alert In Mumbai, Konkan Region In Next 24 Hours, Winds Of Up To 60 Kmph May Blow

25 રાજ્યોમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 218નાં મોત:મુંબઈ, કોંકણ રીઝનમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે પવન પણ ફુંકાય શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાના, કર્ણાટક અને કેરળ સહિત દેશના 25 રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં વરસાદને કારણે 14 લોકોના મોત નિપજ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 84 લોકોના મોત થયા છે. આ રીતે પૂર અને ભૂસ્ખલન જેવી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 218 લોકોના મોત થયા છે.

તેલંગાનામાં બુધવારે રેકોર્ડ 68.2 મીમી વરસાદ નોંધાયો. છત્તીસગઢમાં 35.8 મીમી અને મહારાષ્ટ્રમાં 43 મીમી વરસાદ પડ્યો. દેશમાં અત્યાર સુધીમાં સરેરાશ 11% વધુ વરસાદ પડ્યો છે.

સૌથી પહેલા દેશમાં મોનસૂન સ્થિતિઃ

હવે રાજ્યોની સ્થિતિઃ સૌથી પહેલા મહારાષ્ટ્ર

આ ફોટો મુંબઈના દાદરનો છે. બુધવારે અહીં 40થી 45 કિમી પ્રતિ કલાકે પવન ફુંકાયો. આ વિસ્તારમાં અનેક જગ્યાએ ઝાડ પડી ગયા, તો કેટલાંક મકાનને પણ નુકસાન થયું.
આ ફોટો મુંબઈના દાદરનો છે. બુધવારે અહીં 40થી 45 કિમી પ્રતિ કલાકે પવન ફુંકાયો. આ વિસ્તારમાં અનેક જગ્યાએ ઝાડ પડી ગયા, તો કેટલાંક મકાનને પણ નુકસાન થયું.

સતત વરસાદના કારણે મહારાષ્ટ્રના ચંદ્રપુર શહેરમાં પૂર જેવી સ્થિતિ બની ગઈ છે. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ના સભ્યએ જણાવ્યું કે ચંદ્રપુરનો 60-70% વિસ્તાર પૂરથી પ્રભાવિત છે. અહીંના 250-300 લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડી દેવાયા છે. તો ભારે વરસાદને કારણે ગુરુવારે થાણે, પાલઘર અને નવી મુંબઈની તમામ સ્કૂલ બંધ હતી. મુંબઈ યુનિવર્સિટીએ ગુરુવારે થનારી પરીક્ષાઓ રદ કરી દીધી હતી. જેની નવી તારીખની જાહેરાત પછી થશે. જો કે મુંબઈમાં આજે સ્કૂલ બંધ નથી કરાઈ.

છેલ્લા 24 કલાકઃ સમગ્ર મહારાષ્ટ્રમાં બુધવારે સરેરાશ 43 મીમી વરસાદ પડ્યો. ગોંદિયામાં 15 શ્રદ્ધાળુ વેનગંગા નદીની વચ્ચે આવેલા એક મંદિરમાં ફસાય ગયા હતા. તેમને ગુરુવાર સવારે કાઢવામાં આવ્યા. આ લોકો ગુરુ પૂર્ણિમાની પૂજા કરવા ગયા હતા. SDRFની ટીમ રેસ્ક્યૂ માટે પહોંચી હતી. તો પાલઘરના વસઈમાં ભૂસ્ખલનના કારણે પિતા અને દીકરીનું મોત થયું છે.

આગામી 24 કલાકઃ મહારાષ્ટ્રના મુંબઈ, કોંકણ રીઝનમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગનું કહેવું છે કે મુંબઈમાં હાલ અટકી-અટકીને વરસાદ થઈ રહ્યો છે. તો મહાનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન 60 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવા ફુંકાય શકે છે.

મધ્યપ્રદેશઃ 16 જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ, અત્યાર સુધીમાં 66 લોકોનાં મોત

ઈન્દોરના ચંદ્રભાગા વિસ્તારમાં બુધવારે સાંજે કાર તણાઈ ગઈ. જેમાં 4 લોકો સવાર હતા. તમામ સુરક્ષિત છે.
ઈન્દોરના ચંદ્રભાગા વિસ્તારમાં બુધવારે સાંજે કાર તણાઈ ગઈ. જેમાં 4 લોકો સવાર હતા. તમામ સુરક્ષિત છે.

રાજ્યના તમામ જિલ્લામાં મોનસૂન સક્રિય છે. પૂર અને વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓ પર અત્યાર સુધીમાં 66 લોકોના મોત થયા છે.

છેલ્લાં 24 કલાકઃ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં બુધવારે વરસાદ પડ્યો. હવામાન કેન્દ્રના આંકડા મુજબ ભોપાલમાં અત્યાર સુધીમાં 22.82 ઈંચ વરસાદ પડ્યો છે. આ અત્યાર સુધીનો સામાન્ય વરસાદથી 11.26 ઈંચ વધુ છે. ઈન્દોરમાં છેલ્લાં 24 કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. બૈતુલ અને હરદા જિલ્લામાં મંગળવાર સાંજથી થયેલા જોરદાર વરસાદથી નદી-નાળામાં પાણી ધસમસતું વહી રહ્યું છે. આવી જ સ્થિતિ નર્મદાપુરમની છે. જ્યાં નર્મદા નદી ખતરાના નિશાન ઉપરથી વહી રહી છે.

આગામી 24 કલાકઃ ભોપાલ-ઉજ્જૈન, ઈન્દોર સહિત માલવા, નિમાડ, મહાકૌશલ અને બુંદેલખંડના 16 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત નર્મદાપુરમ, ખંડવા, બુરહાનપુર માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

રાજસ્થાનઃ સિરોહી અને ઉદયુપરમાં ભારે વરસાદનું એલર્ટ​​​​​​​

જયપુર શહેરમાં ગુરુવારે વરસાદથી આંશિક રાહત મળી. વરસાદ પછી શહેરના દુર્ગાપુરા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.
જયપુર શહેરમાં ગુરુવારે વરસાદથી આંશિક રાહત મળી. વરસાદ પછી શહેરના દુર્ગાપુરા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.

છેલ્લાં 24 કલાકઃ અહીં વરસાદ યથાવત છે. બાંસવાડા,ઝાલાવાડ, ભીલવાડા, અલવરમાં ભારે વરસાદ છે. પ્રદેશના અનેક જિલ્લામાં સીઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. બાંસવાડા, ઝાલાવાડમાં તો 5 ઈંચ સુધી પાણી પડ્યું છે. હવામાન વિભાગે સિરોહી અને ઉદયપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. આ ક્રમમાં ગુરુવાર બપોરે જયપુર શહેર, સિરોહી અને ઉદયપુરમાં સારો વરસાદ પડ્યો.

આગામી 24 કલાકઃ સિરોહી અને ઉદયપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત ચુરુ, ગંગાનગર, હનુમાનગઢ,બીકાનેર, બાંસવાડા, ડુંગરપુર, ઝાલાવાડ અને રાજસમંદમાં પણ વરસાદની શક્યતા છે. 15 જુલાઈએ અજમેર, ભીલવાડા, બાંરા, બુંદી, ચિતૌડગઢ, દૌસા, ઝાલાવાડ, જયપુર, કરૌલી, કોટા અને સવાઈ માધોપુરની સાથે પશ્ચિમી રાજસ્થાનના જોધપુર, જેસલમેર જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે.

દેશના અન્ય રાજ્યોની સ્થિતિ
તેલંગાના સરકારે ભારે વરસાદને જોતા સ્કૂલ, કોલેજની રજા 16 જુલાઈ સુધી વધારી દીધી છે. આ પહેલાં 11થી 13 જુલાઈ સુધી રજા હતી. ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં ગંગા નદીમાં ચાર લોકો વહી ગયા. કોટદ્વારમાં નદીનાળામાં ભારે પાણી વહી રહ્યાં છે. રામનગરમાં એક નાળામાં શિક્ષકની કાર તણાઈ ગઈ. સ્થાનિક લોકોએ 4 શિક્ષકોને બચાવ્યા. કર્ણાટકમાં ગુરુવારે 6 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...