ભાસ્કર રિસર્ચ:અંગ્રેજી પર ભારે ‘આપણી ભાષા’

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં 89% લોકો માતૃભાષા બોલે છે તેથી 7 વર્ષમાં અનુવાદકોની માગ બમણી, ઇન્ટરનેટ પર પ્રાદેશિક ભાષાના વાચકોમાં માત્ર 5 % ગુજરાતી
  • ઇન્ટરનેટ પર પ્રાદેશિક ભાષાનું કન્ટેન્ટ 3 દાયકામાં બમણું, અંગ્રેજીનું 27% ઘટ્યું, 83% ભારતીયો વિદેશી ફિલ્મોના ડબ/સબ ટાઇટલ વર્ઝન જુએ છે

દેશ-દુનિયામાં અંગ્રેજીનો જાદુ પ્રાદેશિક ભાષાઓ આગળ ઝાંખો પડતો જાય છે. 90ના દાયકામાં ઇન્ટરનેટ પર 80 ટકા કન્ટેન્ટ અંગ્રેજીમાં હતું, જે હવે 53 ટકા પર આવ્યું છે. જ્યારે પ્રાદેશિક ભાષાઓનો હિસ્સો 20 ટકાથી વધીને 47 ટકા થયો છે. તેનાથી 7 વર્ષમાં અનુવાદકોની સંખ્યા પણ બમણી થઈ છે.

ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે વિશ્વમાં 2025 સુધીમાં ટ્રાન્સલેશન ઇન્ડસ્ટ્રી 73.6 અબજ ડૉલર (6 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી શકે છે જે હાલ 51.6 અબજ ડૉલર (4.27 લાખ કરોડ રૂપિયા)ની છે. દેશમાં હાલ તેનું કદ આશરે 4,139 કરોડ રૂપિયાનું છે. 2016માં ઓટીટી પ્લેટફોર્મની શરૂઆતને કારણે ઇન્ડસ્ટ્રીમાં ડબિંગ અને સબ-ટાઇટલના કારણે તેજી આવી છે.

માતૃભાષા: 53 કરોડ લોકોની પહેલી પસંદ હિન્દી, માત્ર 2.6 લાખની અંગ્રેજી

  • આપણા દેશમાં 57 ટકા (69.15 કરોડ) લોકોની પહેલી, બીજી અને ત્રીજી ભાષા હિન્દી છે. 52.83 કરોડ લોકોની પહેલી ભાષા હિન્દી છે.
  • અંગ્રેજી બોલનારાઓમાં કુલ 11 ટકા (12.85 કરોડ) લોકોમાંથી માત્ર 2.6 લાખ લોકો માટે અંગ્રેજી પ્રથમ ભાષા છે.
  • અંગ્રેજી બોલનારાઓમાં સૌથી વધુ 41.8 ટકા લોકો ગોવામાં છે. ચંડીગઢ (41.6 ટકા) બીજા ક્રમે છે. છત્તીસગઢમાં સૌથી ઓછા 2.3 ટકા જ અંગ્રેજી બોલે છે.
  • યુપીમાં સૌથી વધુ 97.4 ટકા લોકો હિન્દીભાષી છે. તમિલનાડુમાં માત્ર 2.1 ટકા લોકો હિન્દી બોલે છે, જે દેશમાં સૌથી ઓછું પ્રમાણ છે.

અનુવાદ: ભણતરથી શોપિંગ સુધી માગ વધી

  • 2021માં દેશમાં 19.9 કરોડ લોકોએ અંગ્રેજી અને 53.6 કરોડે પ્રાદેશિક ભાષામાં ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો. (કેપીએમજી રિપોર્ટ)
  • ગૂગલ રિપોર્ટ અનુસાર દેશમાં 90%થી વધારે લોકો પ્રાદેશિક ભાષામાં કન્ટેન્ટ પસંદ કરે છે.
  • ફિલ્મોની કમાણીનો આશરે 50% હિસ્સો ડબિંગ વર્ઝનમાંથી આવે છે. નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ જેવાં ઓટીટી પ્લેટફોર્મ પોતાનાં ઓરિજિનલ કન્ટેન્ટ વિવિધ ભાષામાં આપે છે.
અન્ય સમાચારો પણ છે...