રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જલંધરથી કોંગ્રેસના સાંસદ ચૌધરી સંતોખ સિંહના નિધન પર તેમના ધારાસભ્ય પુત્ર વિક્રમજીત ચૌધરીએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે એમ્બ્યુલન્સમાં લઈ જતી વખતે પિતા એમપી ચૌધરી પમ્પિંગ પછી શ્વાસ લઈ રહ્યા હતા. ત્યારે જ ત્યાં હાજર ડોક્ટરોએ અમને કહ્યું કે અમને ખબર છે કે અમારે શું કરવાનું છે, હટી જાઓ.પુત્રએ વધુમાં જણાવ્યું હતુ કે, તેમની પાસે કોઈ ઈમરજન્સી શોકના સાધનો પણ ન હતા. ત્યાંના ડોકટરો અફરા-તફરીમાં હતા. જીવનમાં તેમનું એકમાત્ર મોતિયા એટલે આંખનું ઓપરેશન કરાવ્યું હતું.
સવારે પોતાના માટે ચા બનાવી, 5 વાગે જીમ પહોંચી જતા હતા
વિક્રમજીતે કહ્યું કે આજે સવારે તેમણે પોતાના માટે ચા બનાવી હતી. જ્યારે હું રાત્રે 2 વાગ્યે પહોંચ્યો ત્યારે તેઓએ કહ્યું કે સવારે 4 વાગ્યે તો જવાનું છે, હવે શું સૂવું. સવારની ચા પોતે જ બનાવતા હતા. તે બરાબર 5 વાગે જિમ પહોંચી જતા હતા. ત્યારે પિતા વિશે ત્યારે ખબર પડી, જ્યારે વિજયેન્દ્ર સિંગલાએ મને પાછળથી બોલાવ્યો ત્યારે અંકલ પડી ગયા છે.
પંજાબમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન જલંધરનાં કોંગ્રેસના સાંસદ ચૌધરી સંતોખ સિંહનું નિધન થયું છે. તેઓ રાહુલ ગાંધીની યાત્રામાં સાથે ચાલતા હતા આ દરમિયાન તેમની તબિયત લથડી હતી. તેને તાત્કાલિક ફગવાડાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ કહ્યું કે તે તેમનું રસ્તામાં જ મૃત્યુ થઈ ગયું. તેમને હાર્ટ એટેક આવ્યો છે.
આ સમાચાર પછી રાહુલે ભારત જોડો યાત્રા રોકી દીધી અને તેમને જોવા હોસ્પિટલ ગયા હતા. સંતોખના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે 11 વાગ્યે તેમના વતન ગામ ધાલીવાલમાં કરવામાં આવશે.
તમિલનાડુના સાંસદને કહ્યું- જ્યોતિ પાઉ આર યુ અને નીચે ઢળી પડ્યા
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિન્દર રાજા વર્ડિંગે કહ્યું કે ચૌધરી સંતોખ સિંહ સવારે સંપૂર્ણ સ્વસ્થ હતા. તેઓ પોતે સ્ટેજ પર નારા લગાવી રહ્યા હતા. મેં તેમનો હાથ પકડીને તેમને સ્ટેજ પરથી નીચે ઉતાર્યા હતા. તેઓ રાહુલજી સાથે ચાલી રહ્યા હતા. તમિલનાડુના સાંસદ જ્યોતિ અહીં આવ્યા હતા. તેની સાથે વાત કરતા હતા. ચૌધરી સંતોખ સિંહે કહ્યું...જ્યોતિ હાઉ આર યું...અને આમ કહેતા કહેતા તેઓ નીચે ઢળી પડ્યા હતા. ડૉક્ટરે કહ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે.
અત્યાર સુધીના મુખ્ય અપડેટ્સ
જે બાદ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાને હાલ પુરતી અટકાવી દીધી છે. યાત્રા આજે લુધિયાણાના લાડોવાલ ટોલ પ્લાઝાથી ફગવાડા તરફ જઈ રહી હતી. જે દરમિયાન આ ઘટના બની હતી. લગભગ 8.45 વાગ્યે તેમની તબિયત લથડી હતી. જે બાદ રાહુલ ગાંધી પણ તેમને જોવા હોસ્પિટલ ગયા હતા. ચૌધરી સંતોખ સિંહ 76 વર્ષના હતા.
આ ઘટના ક્યારની છે
શનિવારે સવારે યાત્રા લુધિયાણાના લાડોવાલ ટોલ પ્લાઝાથી ફગવાડા તરફ જઈ રહી હતી. વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે 76 વર્ષના સંતોખ રાહુલ સાથે થોડા જ અંતરે ચાલી રહ્યા હતા. યાત્રામાં સામેલ કોંગ્રેસીઓએ ભાસ્કરને જણાવ્યું કે સવારે 8.45 વાગ્યે તેઓ ગભરામણ અનુભવતા હતા. તેઓ ત્યાં જ રોકાઈ ગયા હતા અને બેલી ગયા. લોકોએ તેમને ઉભા કર્યા હતા.
હવે યાત્રા ક્યાં છે
રાહુલ ગાંધી ફિલૌરમાં ભટ્ટિયાન સુધી યાત્રાને લઈ ગયા હતા. આ પછી સમાચાર મળતાની સાથે જ યાત્રા રોકી દેવામાં આવી હતી. રાહુલ ગાંધી થોડીવાર પછી કારમાં કેટલાક કોંગ્રેસીઓ નેતાઓ સાથે રવાના થયા. એવું કહેવામાં આવ્યું હતું કે તે હોસ્પિટલ માટે રવાના થયા હતા.
કોણ હતા સંતોખ સિંહ
સંતોખ સિંહે 1978માં પંજાબ યુથ કોંગ્રેસના નેતા તરીકે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. 1978 થી 1982 સુધી, તેઓ પંજાબ યુથ કોંગ્રેસના સીનિયર ઉપાધ્યક્ષ રહ્યા હતા. 1987 થી 1995 સુધી જિલ્લા કોંગ્રેસ સમિતિ ગ્રામ્યના પ્રમુખ બન્યા. 1992માં પહેલી જીત નોંધાવ્યા બાદ પંજાબ કોંગ્રેસ ધારાસભ્ય દળ જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા.
1992 થી 1995 સુધી, ગ્રામીણ વિકાસ અને પંચાયતોના પ્રભારી, સંસદીય બાબતો અને પાવર વિભાગના મુખ્ય સંસદીય સચિવ બન્યા. બાદમાં તેઓ પંજાબ સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી, કેબિનેટ મંત્રી રહ્યા હતા.
સવારે 9 વાગ્યા સુધીમાં રાહુલ ગાંધીએ ફિલૌરના ભટ્ટિયાન સુધીની યાત્રા પૂરી કરી અને ટી-બ્રેક માટે યાત્રા અટકાવી દેવામાં આવી. રાહુલ ગાંધી ટી-બ્રેક માટે રોકાયા હતા. થોડીવાર અંદર બેઠા પછી કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે કારમાં બેસી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સાંસદ સંતોષ ચૌધરીની ખબર કાઢવા ગયા હતા. આ યાત્રા ફિલૌરના ભટ્ટિયાનમાં નંબરદાર પ્રભજોત સિંહના ઘરની બહાર રોકાઈ છે.
આ દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જ્યારે કોંગ્રેસના કેટલાક સમર્થકોએ લાડાવોલમાં રાહુલ ગાંધીની નજીક જવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેમને ધક્કો મારીને બહાર કાઢ્યા હતા.
બે દિવસ પહેલા, પંજાબ કોંગ્રેસના પ્રમુખ રાજા વોર્ડિંગને રાહુલ ગાંધીની સુરક્ષામાં હેરાનગતિ કરવામાં આવી હતી. તેઓ કોઈ નેતાને રાહુલને મળવા લઈ જતા હતા. જો કે, તેમની આજુબાજુ કેટલાક કોંગ્રેસી નેતાઓ જેમ કે, પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, સાંસદ ગુરજીત ઔજલા, અમરિંદર સિંહ રાજા વાડિંગ જેવા કેટલાક વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ ચાલી રહ્યા છે.
યાત્રામા મુખ્ય અપડેટ્સ...
2 દિવસની મુસાફરી પછી એક દિવસનો વિરામ
રાહુલ ગાંધીએ 10 જાન્યુઆરીથી પંજાબમાં પ્રવાસ શરૂ કર્યો હતો. પ્રથમ દિવસે ફતેહગઢ સાહિબથી લુધિયાણાના ખન્ના સુધીની યાત્રા કાઢવામાં આવી હતી. બીજા દિવસે સમરાલાથી યાત્રા શરૂ થઈ હતી અને સમરાલા ચોક ખાતે જાહેરસભા સાથે યાત્રાનું સમાપન થયું હતું. આ દિવસે રાહુલ ગાંધી સાંજે ચાલ્યા ન હતા અને ત્યાંથી દિલ્હી જવા રવાના થયા હતા. કારણ કે 13 જાન્યુઆરીએ લોહડીના કારણે યાત્રા કરી ન હતી. હવે રાહુલ આવતીકાલે ફરી પંજાબ આવશે અને યાત્રા કાઢશે.
પંજાબમાં રાહુલ ગાંધીની સૌથી સઘન સુરક્ષા
રાહુલ ગાંધીને પંજાબમાં સૌથી વધું પોલીસ સુરક્ષા આપવામાં આવી છે. તેમની આસપાસ પોલીસનો બંદોબસ્ત છે. રાહુલને થ્રી લેયક સિક્ટોરિટી આપવામાં આવી રહી છે. જો કે, અગાઉ, હરિયાણામાં મુસાફરી કરતી વખતે, તેમની સાથે ચારે બાજુ યાત્રીઓ ચાલી રહ્યા હતા.
આ જ કારણ છે કે પંજાબમાં રાહુલ ગાંધીની 350KMની અડધી યાત્રા કારમાં થશે. તેની પાછળ ખાલિસ્તાની સંગઠનોના જોખમ બાબતે સુરક્ષા એજન્સીઓને ઇનપુટ્સ મળ્યા છે. શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ઘણી વખત રાહુલની મુલાકાત રોકવાની ચેતવણી આપી છે.
જુઓ યાત્રાની તસવીરો....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.