• Gujarati News
  • National
  • Heart Attack While Counting Rupee, Hotel Owner Fell On The Chair, See Haryana Shocking CCTV

LIVE મોત:રૂપિયા ગણતાં ગણતાં હાર્ટ એટેક આવ્યો, હોટેલના માલિક ખુરશી પર જ ઢળી પડ્યા, જુઓ હરિયાણાના શૉકિંગ CCTV

3 મહિનો પહેલા

હરિયાણાના ફતેહાબાદના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ CCTV ફૂટેજ હોટેલ સંચાલકના મોતના છે. અહીં અરોરા હોટલના સંચાલકને કાઉન્ટર પર બેઠા હતા ત્યારે જ આવ્યો અને બળવંતરાય નામની વ્યક્તિ રૂપિયા ગણતાં ગણતાં જ મોતને ભેટી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બળવંતરાય કસ્ટમરને કુપન આપી રહ્યા છે, અને કસ્ટમર જે રૂપિયા આપે છે તે ગણી રહ્યા છે. આ સમયે અચાનક હાર્ટ એટેક આવે છે અને ખુરશી પર લાંબા થયા બાદ તરત જ ઢળી પડે છે. આ જોઈ હોટેલમાં હાજર લોકો દોડી આવે છે અને તેમને પમ્પિંગ કરવા લાગે છે. જો કે, સિવિયર એટેકને કારણે તેમનું ગણતરીની મિનિટોમાં જ મોત થાય છે. મોતના આ CCTV ફૂટેજ ખુબ જ વાઈરલ થઈ રહ્યા છે.