• Gujarati News
  • National
  • Hearing The Vandalism, People Rushed Out Of Their Homes, The Thugs Were Caught On CCTV.

જયપુરમાં બદમાશોએ 15 કારના કાચ તોડ્યા, VIDEO:તોડફોડની અવાજ સાંભળીને લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા, લુખ્ખાતત્ત્વો CCTVમાં કેદ થયા

25 દિવસ પહેલા

જયપુરમાં શુક્રવારે મોડી રાત્રે બાઇક પર આવેલા અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. બદમાશોએ ઘરની બહાર પાર્ક કરેલી 15થી વધુ કારમાં તોડફોડ કરી હતી. તોડફોડની અવાજ સાંભળીને જ્યારે લોકો ઘરની બહાર દોડી આવ્યા તો બદમાશો બાઈક પર ભાગી ગયા હતા. લુખ્ખાઓનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ ઘટના નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસ લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી જેમાં બપોરના 2.20 વાગ્યાની આસપાસના ફૂટેજમાં બાઇક સવાર બદમાશો દેખાય છે. માત્ર 5 મિનિટમાં 15 કાર અને બાઇકના કાચ તોડીને ભાગતા જોવા મળે છે. મોડી રાત્રે ઘરોની બહાર કારમાં તોડફોડ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. શનિવાર સવારથી જ પીડિતો ફરિયાદ લઈને નાહરગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે બદમાશોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...