તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Supreme Court Hears Arnab Goswami's Plea, Seeks Cancellation Of Newly Registered FIR On May 2

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનિયા ગાંધી પર ટિપ્પણીનો મામલો:સુપ્રીમ કોર્ટે અર્નબની ધરપકડ કરવા પર આપેલા પ્રતિબંધને લંબાવ્યો, અરજી પર ચુકાદો અનામત

નવી દિલ્હી10 મહિનો પહેલા
 • અર્નબ પર પાલઘર મોબ લિન્ચિંગ મામલામાં સોનિયા ગાંધીની વિરુદ્ધ ટિપ્પણી કરીને તેમની માનહાનિ કરવાનો આરોપ
 • અર્નબે 16 એપ્રિલે ટીવી શોમાં કહ્યું હતુ કે- કોઈ પાદરીની હત્યા થઈ હોત તો રોમથી આવેલી ઈટાલીવાળી સોનિયા ગાંધી બિલકુલ ચુપ ના બેસત

સુપ્રીમ કોર્ટમાં આજે રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીની અરજી પર સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે આજે 24 એપ્રિલે અર્નબની ધરપકડ કરવા પર આપેલા પ્રતિબંધને લંબાવ્યો છે. આ સિવાય કોર્ટે એફઆઈઆર રદ કરવા પર થયેલી અરજીનો ચુકાદો અનામત રાખ્યો હતો. અર્નબે અરજીમાં મુંબઈમાં 2 મેના રોજ દાખલ થયેલી નવી એફઆઈઆરને રદ કરવાની માંગણી કરી હતી. અર્નબ તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે દલીલ કરી હતી. અર્નબ પર પાલઘર મોબ લિન્ચિંગ મામલામાં સોનિયા ગાંધીની વિરુદ્ધ ટિપ્પણી કરીને તેમની માનહાનિ કરવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે અર્નબની વિરુદ્ધ અલગ-અલગ રાજ્યોમાં ફરિયાદો નોંધાઈ હતી.
અર્નબે સોનિયાની વિરુદ્ધ શું કહ્યું હતું ?

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં બે સંતો અને તેમના ડ્રાઈવરની હત્યાના મામલામાં અર્નબે 16  એપ્રિલે ટીવી શોમાં કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણનને કહ્યું હતું કે જો કોઈ પાદરીની હત્યા થઈ હોત તો તમારી પાર્ટી અને તમારી પાર્ટીની રોમમાંથી આવેલી ઈટાલીવાળી સોનિયા ગાંધી બિલકુલ ચૂપ ન રહેત. અર્નબે કહ્યું સોનિયા ગાંધી તો ખુશ છે. તે ઈટાલીમાં રિપોર્ટ મોકલશે કે જુઓ, જ્યાં મેં સરકાર બનાવી છે, ત્યાં હિન્દુ સંતોને મરાવી રહી છું. ત્યાંથી તેની વહાવહા થશે. લોકો કહેશે કે ત્યાં સોનિયા ગાંધીએ સારું કર્યું છે. આ લોકોને શરમ આવવી જોઈએ. શું તેમને લાગે છે કે હિન્દૂ ચૂપ રહેશે ? આજે પ્રમોદ કૃષ્ણને જણાવવું જોઈએ કે શું હિન્દુઓ ચૂપ રહેશે ? સમગ્ર ભારત એ જ પૂછી રહ્યું છે. બોલવાનો સમય આવી ગયો છે. પોલીસની પૂછપરછ બાદ અર્નબે કહ્યું કે મેં પોલીસ સમક્ષ પોતોનો પક્ષ રજૂ કર્યો છે. પોલીસ તેનાથી સંતૃષ્ટ હતી. તથ્ય અને સબૂત રજૂ કરવામાં આવ્યા છે, વાસ્તવિકતા સામે આવશે. અમારી પર કોઈ દબાણ નથી.

અર્નબની ધરપકડ પર 3 સપ્તાહનો પ્રતિબંધ

ટોપ કોર્ટ 24 એપ્રિલે અર્નબની ધરપકડ પર 3 સપ્તાહનો પ્રતિબંધ લગાવ્યો હતો. તેની વિરુદ્ધ અલગ-અલગ રાજ્યો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, ઉતર પ્રદેશ અને ઝારખંડમાં પણ કેસ નોંધાયા છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો