તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Hearing In High Court Today On 3 Petitions Including Withholding Of MLAs' Salaries, Rebels Message To High Command: No Gehlot, No Pilot, Make Any Third CM

રાજસ્થાન રાજકીય ખેંચતાણ LIVE:હોર્સ ટ્રેડિંગ મામલે SOGએ રાજદ્રોહની કલમ હટાવી, પાયલટે તેના વિરોધમાં જ બળવો કર્યો હતો, કેસ હવે એન્ટી કરપ્શન બ્યરોમાં ટ્રાન્સફર

જયપુર/જેસલમેર/નવી દિલ્હી2 મહિનો પહેલા
  • જોકે રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ આ પ્રકારનો મેસેજ ન મળ્યો હોવાનું કહ્યું છે
  • ગેહલોતે કહ્યું- સરકાર પાડવાની ત્રીજી કોશિષ પણ થઇ, 3 કેન્દ્રીય મંત્રી અને ઘણા નેતા સામેલ

રાજસ્થાનના રાજકીય ડ્રામા અંગે સૌથી મોટા સમાચાર. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ધારાસભ્યોના હોર્સ ટ્રેડીંગનો કેસ એન્ટી કરપ્શન બ્યૂરોને ટ્રાન્સફર કરી દીધો છે. તેમાં રાજદ્રોહની કલમ પણ હટાવી લેવામા આવી છે. સચિન પાયલટ અને તેમના જૂથના ધારાસભ્યોને SOGએ રાજદ્રોહની કલમ અંતર્ગત જ નોટિસ આપી હતી. પાયલટે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. પાયલટ જૂથને જે નોટિસ મોકલામાં આવી હતી તેમાં IPC 124A અને 120Bનો ઉલ્લેખ હતો. કલમ 124A દેશદ્રોહ સાથે સંકળાયેલી છે. કોઇ પણ નાગરિક સરકાર વિરોધી વાત કરે અથવા લખે અથવા રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન કરી બંધારણને નીચે દેખાડવાનો પ્રયત્ન કરે તો તેની સામે આ કલમ અંતર્ગત કેસ દાખલ થાય છે. આ મામલામાં દોષી સાબિત થવા પર 3 વર્ષથી ઉંમરકેદ સુધીની સજા થઇ શકે છે.

આ મામલે એક નવા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર સચિન પાયલટ જૂથના અમુક ધારાસભ્યોએ કોંગ્રેસ હાઇકમાન્ડને મેસેજ મોકલ્યો છે કે તેઓ પાર્ટીથી બહાર જવા નથી માંગતા પરંતુ પ્રદેશમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલવો જોઇએ. તેમણે હાઇકમાન્ડ સમક્ષ માંગણી કરી છે કે મુખ્યમંત્રી માટે ગેહલોત અને પાયલટ સિવાય કોઇ ત્રીજા વિકલ્પ પર વિચાર કરવામા આવે તો તેઓ રાજી છે.
રાજ્યપાલ સામે દાખલ અરજી ફગાવાઇ
હાઇકોર્ટે રાજ્યપાલને પદ પરથી હટાવવાની અરજીને મંગળવારે ફગાવી દીધી હતી. વકીલ શાંતનુ પરીકે આ અરજી દાખલ કરી હતી. તેમણે વિધાનસભાનું સત્ર ન બોલાવવાના કારણે રાજ્યપાલને હટાવવાની માંગ કરી હતી. રાજ્યપાલ 14 ઓગસ્ટે સત્રને મંજૂરી આપી ચૂક્યા છે. તેથી કોર્ટે પરીકની અરજીને અર્થવિહિન કહીને ફગાવી દીધી હતી. હાઇકોર્ટમાં હવે બે અરજીઓ પર સુનાવણી થશે.

પહેલી સુનાવણી ગેહલોત અને પાયલટ જૂથના ધારાસભ્યોના પગાર અને ભથ્થાને રોકવા અંગેની છે. અરજદાર વિવેકસિંહ જાદૌનના જણાવ્યા પ્રમાણે રાજ્યની નાણાકીય સ્થિતિ બરોબર નથી અને ધારાસભ્યો તેમના વિસ્તારમાં જવાની જગ્યાએ હોટલમાં રોકાયા છે. બીજી સુનાવણી પાયલટ જૂથના MLA ભંવરલાલ શર્માની છે. તેમણે ધારાસભ્યોની હોર્સ ટ્રેડિંગ મામલામાં SOGની FIR રદ્દ કરવા માટે પિટીશન કરી હતી.
શિવસેનાનો કટાક્ષ- શાહ ગમે ત્યાંથી પોલિટિકલ ઓપરેશન કરી શકે છે
બીજી તરફ રાજકીય સંકટ અંગે શિવસેનાએ કટાક્ષ કર્યો છે. પાર્ટીના મુખપત્ર સામનામાં લખ્યું- કોરોનાના લીધે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે આઇસોલેશનમાં છે. આ વાતથી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને ખુશ ન થવું જોઇએ. શાહ ગમે ત્યાંથી પોલિટિકલ ઓપરેશન કરી શકે છે. શાહ અત્યારે આઇસોલેશનમાં છે , અને ગેહલોત તેમના ધારાસભ્યોને આઇસોલેશનમાં લઇ ગયા છે. મતલબ કે ગેહલોત સરકાર માટે ખતરો યથાવત છે.

રાજસ્થાન કોંગ્રેસના પ્રભારીએ કહ્યું- કોઇએ હાઇકમાન્ડને મેસેજ કર્યો નથી
ગેહલોત અને પાયલટ સિવાય કોઇ ત્રીજા ચહેરા અંગે વિચાર કરવાના મેસેજની વાત અંગે રાજસ્થાન કોંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડેએ ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે ન તો બળવાખોર ધારાસભ્યો હાઇકમાન્ડને મળ્યા છે અને ન કોઇ મેસેજ મળ્યો છે. આમેય પાર્ટીમાં પાછા આવવા માટે કોઇ શરતો નથી હોતી. પહેલા તો તેમને હાઇકમાન્ડની માફી માગવી જોઇએ.

અપડેટ્સ
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મંગળવારે કહ્યું કે બળવાખોર ધારાસભ્યોને કોઇ પણ પ્રકારની વાતચી પહેલા હરિયાણાની ભાજપ સરકારની મહેમાનગતિ છોડવી પડશે.

ગેહલોતે કહ્યું-3 કેન્દ્રીય મંત્રી સરકાર પાડવાના ષડયંત્રમાં સામેલ
મુખ્યમંત્રી ગેહલોતે સોમવારે સાંજે કહ્યું કે તેમની સરકારને પાડવાનો ત્રીજો પ્રયત્ન પણ થઇ ચૂક્યો છે. તેમાં 3 કેન્દ્રીય મંત્રીઓ સિવાય ઘણા નેતા સામેલ છે. મુખ્યમંત્રીએ ફરી એક વખત જોધપુરના સાંસદ ગજેન્દ્રસિંહ શેખાવત પર સવાલો ઉભા કર્યા હતા. ગેહલોત કહ્યું કે તેઓ નવા નવા સાંસદ બન્યા , કેન્દ્રમાં મંત્રી પણ બની ગયા તેથી ઉતાવળ થઇ ગઇ. હવે પાર્ટી તેમના વિશે ગમે તેટલું વિચારી લે, લોકો તેમને સ્વીકાર નહીં કરે. તેઓ સંજીવની સોસાયટીના કૌભાંડમાં ફસાયેલા છે અને ચૂંટાયેલી સરકારને પાડવાના ષડયંત્રમાં સામેલ છે.

BSPના 6 ધારાસભ્યોના મામલો હાઇકોર્ટની ડબલ બેન્ચમાં જશે
કોંગ્રેસમાં સામેલ થયેલા BSPના 6 ધારાસભ્યોનો મામલો અત્યારે રાજસ્થાન હાઇકોર્ટની સિંગલ બેન્ચમાં છે. પાર્ટી વિચાર કરી રહી છે કે ડબલ બેન્ચમાં અરજી કરવામાઆવે જેથી નોટિસની કાર્યવાહીમાં પરેશાની ન થાય. BSPની અરજી અંગે હાઇકોર્ટે ધારાસભ્યોને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો