તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Health Ministry Sarcasm Over Negligence Corona's Third Wave, People Understand That The Weather Is Updating

કોરોનાના કહેર વચ્ચે ભીડ અનલોક:બેદરકારીને લઈને હેલ્થ મિનિસ્ટ્રીનો કટાક્ષ- કોરોનાની ત્રીજી લહેરની વાત કરીએ છીએ, તો લોકો સમજે છે કે હવામાનનું અપડેટ આપી રહ્યાં છીએ

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે દેશના હિલ સ્ટેશન અને માર્કેટમાં વધતી ભીડને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે લોકો કોરોનાની ગંભીરતાને નથી સમજી રહ્યાં. અમે જ્યારે પણ થર્ડ વેવની વાત કરીએ છીએ, તો મારા ખ્યાલથી કેટલાંકને લાગે છે કે અમે હવામાનની અપડેટ આપી રહ્યાં છીએ. તેથી એટલે જ અનેક જગ્યાએ કોરોના પ્રોટોકોલ વગર ભીડ જોવા મળે છે.

વિશ્વમાં ત્રીજી લહેર આવી ચુકી છેઃ પોલ
આ વચ્ચે નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વીકે પોલે જણાવ્યું કે દુનિયાના અનેક દેશોમાં ત્રીજી લહેર જોવા મળી રહી છે. એવામાં આપણે નક્કી કરવું પડશે કે ત્રીજી લહેરની અસર ભારતમાં ન જોવા મળે. તેઓએ કહ્યું કે હાલ દુનિયામાં 3.90 લાખ નવા કેસ સામે આવી રહ્યાં છે, જ્યારે બીજી લહેર દરમિયાન 9 લાખ કેસ સામે આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ સ્પષ્ટ કહ્યું છે કે ત્રીજી લહેર ક્યારે આવશે, તેના પર ચર્ચા કરવાને બદલે આપણે તે ન ફેલાય તે વાત પર ધ્યાન આપવું જરૂરી છે.

હેલ્થ મિનિસ્ટ્રીની મહત્વની વાત

  • દેશમાં હાલ 4.31 લાખ એક્ટિવ કેસ છે અને રિકવરી રેટ 97.3% છે. હાલ દેશના 73 જિલ્લા એવા છે, જયાં દરરોજ 100થી વધુ નવા કેસ મળી રહ્યાં છે. 2 જૂને આવા જિલ્લાઓની સંખ્યા 262 હતી અને તેની પહેલાં 4 મેનાં રોજ 531 જિલ્લાઓ આવા હતા.
  • દેશમાં કોરોનાના ઘટતા કેસ વચ્ચે કેરળ-મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યોમાં સૌથી વધુ મામલાઓ સામે આવી રહ્યાં છે. હાલ 50%થી વધુ નવા કેસ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાં મળી રહ્યાં છે. આ બંને ઉપરાંત તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં પણ સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે.
  • આ સાથે જ મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરૂણાચલમાં પણ નવા કેસમાં વધારો નોંધાયો છે. રાજ્યોની મદદ માટે કેન્દ્ર તરફથી 11 રાજ્યોમાં ટીમ મોકલવામાં આવી છે. જેમાં ઉત્તર-પૂર્વી રાજ્યો ઉપરાંત મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કેરળ અને ઓરિસ્સા સામેલ છે.

PM મોદીએ પણ ચિંતા વ્યકત કરી હતી
આ પહેલાં વડાપ્રધાન મોદીએ પણ ચિંતા વ્યકત કરતા કહ્યું હતું કે હિલ સ્ટેશન, માર્કેટમાં માસ્ક વગર અને પ્રોટોકોલ વગર મોટી સંખ્યામાં એકઠા થતાં લોકોના દ્રશ્યો જોવા મળે છે જે યોગ્ય નથી. આ અમારા માટે ચિંતાનો વિષય છે. કેટલાંક લોકો કહે છે કે ત્રીજી લહેર આવે તે પહેલાં એન્જોય કરવા માગે છે.

તેઓએ કહ્યું કે, 'લોકોએ સમજવું જોઈએ કે ત્રીજી લહેર જાતે જ નહીં આવે. આજે સવાલ થવો જોઈએ કે ત્રીજી લહેરને આવતા કઈ રીતે રોકી શકાય? પ્રોટોકોલનું કઈ રીતે પાલન કરવાનું છે? કોરોના જાતે જ નહીં આવે. આપણે સાવધાની રાખીશું તો ત્રીજી લહેરને પણ રોકી શકીશું.'

અન્ય સમાચારો પણ છે...