તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Health Minister Harshvardhan Resigns As Health Minister; Congress Said આવ્યા Scapegoats Were Made

શું કોરોના મહામારીએ પદનો ભોગ લીધો:સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સ્વાસ્થ્ય મંત્રી તરીકે રાજીનામુ આપ્યું; કોંગ્રેસે કહ્યું-બલીનો બકરો બનાવવામાં આવ્યા

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • વર્ષ 2014માં મોદી સરકારના પહેલા કાર્યકાળમાં ડો.હર્ષવર્ધન હેલ્થ મિનિસ્ટર હતા, તેમને હટાવી જેપી નડ્ડાને આ જવાબદારી આપવામાં આવેલી

કોરોના મહામારીની બીજી લહેરના પોતાની પ્રતિષ્ઠાનું ભારે ધોવાણનો સામનો કરનારી મોદી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી તરીકે હર્ષવર્ધને પદ પરથી રાજીનામુ આપવું પડ્યું છે. હવે તેમને અન્ય કોઈ વિભાગ કે મંત્રાલયની જવાબદારી આપવામાં આવી શકે છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ પણ તેમના પદ પરથી રાજીનામુ આપ્યું છે.

બીજી લહેરમાં તબીબી સેવાની ભારે અછત સર્જાતા સરકારની પ્રતિષ્ઠાનું ધોવાણ થયું
કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં ઓક્સિજન, રેમડેસિવિર ઈન્જેક્શન સહિત આવશ્યક તબીબી સેવાઓની ભારે અછત સર્જાઈ હતી અને તેને લીધે મોદી સરકાર તેના છેલ્લા સાત વર્ષના કાર્યકાળમાં સૌથી વધારે લોકપ્રિયતામાં ધોવાણ થયું હતું. બીજી બાજુ હર્ષવર્ધનના રાજીનામાને પગલે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે કોરોના મહામારીનો સામનો કરવામાં નિષ્ફળતા માટે હર્ષવર્ધનને 'બલીનો બકરો'બનાવવામાં આવ્યા છે.

વર્ષ 2014માં પણ સ્વાસ્થ્ય મંત્રી પરથી હટાવાયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં મોદી સરકારના પહેલા કાર્યકાળમાં ડો.હર્ષવર્ધન હેલ્થ મિનિસ્ટર હતા, જોકે તેમને હટાવીને જેપી નડ્ડાને આ જવાબદારી આપવામાં આવી હતી. આ બીજી વખત છે કે તેમને પદ પરથી હેલ્થ મિનિસ્ટર પરથી હટાવવામાં આવ્યા છે. તેઓ સાયન્સ અને ટેકનોલોજી મિનિસ્ટર પણ હતા. હવે સ્પષ્ટ થયું નથી કે હર્ષવર્ધન કેબિનેટમાં યથાવત રહેશે કે નહીં.