તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Health Minister Dr. Harshvardhan's Serious Allegation, He Said Many States Are Spreading False Information And Fear

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાને લઈને રાજકારણ:સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનનો ગંભીર આરોપ, કહ્યું- ઘણા રાજ્યો ખોટી માહિતી અને ભય ફેલાવી રહ્યા છે

નવી દિલ્હી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છત્તીસગઢમાં એપ્રિલના પ્રથમ છ દિવસમાં 37 હજાર દર્દી નોંધાયા

દેશમાં વધી રહેલા કોરોનાના મામલે રાજકારણ તીવ્ર બની ગયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધનએ મહારાષ્ટ્ર અને છત્તીસગઢ પર ખોટી માહિતી અને ભય ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, છત્તીસગઢના નેતાઓ દ્વારા ટિપ્પણીઓ થઈ છે, જેનો હેતુ રસીકરણ પર ખોટી માહિતી આપીને ભય ફેલાવવાનો છે. રાજય સરકાર રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેના મૂળભૂત સ્વાસ્થ્ય બંધારણ પર ભાર મૂકે તો સારું. સાથે જ તેમણે મહારાષ્ટ્ર વિશે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર જવાબદારીપૂર્વક કાર્યવાહી કેમ નથી કરી રહી તે સમજાતું નથી. લોકોમાં ભય ફેલાવવો એ મૂર્ખતા છે. વેક્સિન સપ્લાય પર સતત નજર રાખવામાં આવી રહી છે અને રાજ્ય સરકારોને નિયમિતપણે આ અંગે અપડેટ આપવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે બીજા ઘણા રાજ્યોએ પણ તેમની આરોગ્ય સંભાળ પ્રણાલીને ઓળખવાની જરૂર છે. કર્ણાટક, રાજસ્થાન અને ગુજરાતમાં પરીક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાની જરૂર છે. પંજાબના ગંભીર રીતે બીમાર લોકોને જલ્દીથી હોસ્પિટલમાં દાખલ કરીને તેમના આરોગ્યમાં સુધારો કરવાની જરૂર છે.

રાયપુરમાં 9થી 19 એપ્રિલ સુધી ટોટલ લોકડાઉન
છત્તીસગઢમાં કોરોનાનું સંક્રમણ ભયાનક રીતે ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં એપ્રિલના પ્રથમ છ દિવસમાં 37 હજાર દર્દી નોંધાયા છે. રાજ્યની રાજધાની રાજપુરમાં 9 એપ્રિલ સાંજે 6 વાગ્યાથી 19 એપ્રિલ સુધી ટોટલ લોકડાઉન લગાવી દેવાયું છે. સરકારે આ નિર્ણય એક દિવસમાં 2 હજાર 821 કેસ નોંધાયા બાદ લેવાયો છે. છેલ્લા 24 કલાકમાં રાયપુરમાં 26 લોકોના જીવ સંક્રમણથી ગયા છે. આ હિસાબે 312 દિવસમાં રોજના સરેરાશ 3.20 દર્દીના મોત થયા છે.

રાજસ્થાનમાં મંગળવારે 2,236 કેસ
રાજસ્થાનમાં મંગળવારે અહીં 2,236 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા, 851 દર્દી સાજા થયા અને 13 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં લગભગ 3.43 લાખ દર્દી સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 3.24 લાખ સ્વસ્થ થયા છે, જ્યારે 2,854 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 16,140 દર્દી સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો