ઓમિક્રોન અંગે નવું સંશોધન:હેલ્થ એક્સપર્ટ્સે ઓમિક્રોનના નવા બે લક્ષણો શોધ્યા, જો આ લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો

18 દિવસ પહેલા

કોરોના વાઈરસના નવા વેરિયન્ટ ઓમિક્રોને સમગ્ર દુનિયામાં પોતાનો કહેર મચાવ્યો છે. અત્યાર સુધી દેશમાં ઓમિક્રોનના 976 કેસો સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, તેનાથી કોરોનાના કેસો દેશમાં સતત વધી રહ્યા છે, જેમાં દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો સામે આવ્યા છે. હેલ્થ એક્સપર્ટ્સ તરફથી ઓમિક્રોનના લક્ષણો વિશે જાણકારી આપવામાં આવી રહી છે કે ઉબકા આવવા કે ભૂખ ન લાગવી જેવા સામાન્ય લક્ષણો જણાય તો પણ તમે ઓમિક્રોન સંક્રમિત હોઈ શકો છો. જો કોઈપણ વ્યક્તિમાં આ લક્ષણો દેખાય તો તેણે તાત્કાલિક એક્સપર્ટની સલાહ લેવી અને પોતાને આઈસોલેટ કરવા. કોરોના મહામારીની છેલ્લી બે લહેરોમાં તાવ, શરદી-ખાંસી જેવા સામાન્ય લક્ષણો હતા. પરંતુ ઓમિક્રોનથી ખરાબ રીતે પ્રભાવિત યૂનાઈટેડ કિંગડમના એક વૈજ્ઞાનિકે 2 નવા લક્ષણો શોધ્યા છે.

કયા છે ઓમિક્રોનના નવા લક્ષણો
કિંગ્સ કોલેજ લંડનમાં જેનેટિક એપિડેમિયોલોજીના પ્રોફેસર ટિમ સ્પેક્ટર અનુસાર, ઓમિક્રોનના 2 લક્ષણ ઊબકા આવવા અને ભૂખ ન લાગવી છે. તેમના પ્રમાણે આ લક્ષણ તેવા લોકોમાં પણ જોવા મળ્યા છે જેમણે કોવિડ-19 વેક્સિન લાગી ચૂકી છે અને બૂસ્ટર ડોઝ લગાવેલા વ્યક્તિ પણ ઓમિક્રોન સંક્રમિત થઇ રહ્યા છે.

પ્રોફેસર ટિમ સ્પેક્ટર અનુસાર લોકોમાં ઉબકા-ઊલટી, તાવ , ગળામાં કફ અને માથામાં દુખાવા જેવા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે.

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન મળી આવ્યો હતો
ઓમિક્રોન વેરિયન્ટની શરુઆત 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી થઈ હતી. ત્યાર બાદ કોવિડ-19નો આ વેરિયન્ટ દુનિયાના 90થી વધુ દેશોમાં ફેલાયો છે. ઓમિક્રોનથી દુનિયાના ઘણઆ પ્રમુખ દેશ જેવાં કે અમેરિકા અને યૂકેમાં પણ તબાહી મચાવી છે.

ભારતમાં ઓમિક્રોનના લગભગ 976 ઓમિક્રોન કેસ સામે આવ્યા છે. બુધવારે દેશમાં કુલ 13,000 કેસ અને મંગળવારે 9,195 કોરોના કેસ સામે આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...