ચાલતી ટ્રેનમાંથી ઉતરવા જતા મોતને ભેંટ્યા, VIDEO:પત્નીને ટ્રેનમાં મુકવા ગયા હતા, ટ્રેન ચાલુ થતા ઉતરવા જતા પડી ગયા

એક મહિનો પહેલા

બિહારનાં ઔરંગાબાદમાં એક ચોખાનાં વ્યાપારીનું ટ્રેનમાંથી ઉતરતી વખતે મોત નીપજ્યું હતું. તેઓ તેમની પત્નીને મુકવા માટે સ્ટેશને આવ્યા હતા. એકાએક ટ્રેન ચાલુ થઈ ગઈ અને તેમણે ચાલુ ટ્રેનમાંથી ઉતરવાની કોશિશ કરતા પોતાનું સંતુલન ગુમાવી દીધુ જેથી તેમનો એક પગ ટ્રેન અને પ્લોટફોર્મની વચ્ચેના ગેપમાં ફસાઈ ગયો હતો જેથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતુ. મૃતક મુરારી પ્રસાદ અગ્રવાલ વ્યાપારીની સાથે ભાજપનાં નેતા અને વ્યાપારી વિભાગનાં રાષ્ટ્રીય સંયોજક ઘનશ્યામ પ્રસાદ અગ્રવાલનાં નાના ભાઈ હતા. આ ઘટનાથી પરિવારમાં દુઃખનું વાતાવરણ છે.

અન્ય સમાચારો પણ છે...