• Gujarati News
 • National
 • He Was Seen Carrying A Bag 3 Times In The Night, The Police Suspected That He Had Taken Shraddha Pieces In It And Thrown It

આફતાબના 18 ઓક્ટોબરના CCTV ફૂટેજ મળ્યા:સવારે 4 વાગે 3 વખત બેગ લઈને જતો જોવા મળ્યો, પોલીસને શંકા- તેમાં શ્રદ્ધાના ટુકડા લઈને ફેંકવા ગયો હતો

નવી દિલ્હી18 દિવસ પહેલા
 • પોલીસને અત્યાર સુધીમાં 13 ટુકડા મળી આવ્યા છે

શ્રદ્ધા હત્યા કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 18 ઓક્ટોબરના CCTV ફૂટેજ પોલીસને મળી આવ્યા છે. ફૂટેજમાં સવારે 4 વાગે આફતાબ 3 વખત બેગ લઈને જતો જોવા મળ્યો હતો. પોલીસને શંકા છે કે તે શ્રદ્ધાના શરીરના ટુકડા ફેંકવા ગયો હતો.

શ્રદ્ધા હત્યા કેસની આજના અપડેટ...

 • પુરાવા શોધવા માટે દિલ્હી પોલીસનું મહેરૌલીના જંગલમાં સર્ચ ઓપરેશન સતત છઠ્ઠા દિવસે પણ ચાલુ છે
 • આજે આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.
 • દિલ્હી પોલીસે શ્રદ્ધાના મિત્ર રાહુલ અને ગોડવિનની મુંબઈમાં પૂછપરછ કરી હતી.
 • દિલ્હી પોલીસની એક ટીમ શ્રદ્ધાના કપડાં, મોબાઈલ અને હત્યાના હથિયારને શોધવા હિમાચલ પ્રદેશની પાર્વતી ખીણના તોશ ગામમાં ગઈ છે.
 • દિલ્હી પોલીસ આફતાબ સાથે ગુરુગ્રામના DLF ફેઝ 2 પર પહોંચી, જ્યાં મેટલ ડિટેક્ટર દ્વારા તેની શોધ કરવામાં આવી.

શ્રદ્ધાએ તેના પૂર્વ મેનેજરને કહ્યું- આફતાબ તેને મારતો હતો
આ પહેલા વર્ષ 2020માં શ્રદ્ધાની તેના સહકર્મચારી સાથેની ચેટ પણ સામે આવી હતી. આમાં શ્રદ્ધાએ તેની સાથેની મારપીટનો પણ ઉલ્લેખ કર્યો છે. શ્રદ્ધાએ આ વાતો તેના તત્કાલીન મેનેજર કરણ ભાક્કીને કહી હતી જ્યારે તે મુંબઈમાં કામ કરતી હતી. શ્રદ્ધા ચેટમાં કહી રહી છે - હું એટલી હર્ટ છું કે મારામાં પથારીમાંથી ઉઠવાની તાકાત નથી. આજે હું કામ પર નહીં આવી શકું. મને લાગે છે કે મારું બ્લડ પ્રેશર ઘટી ગયું છે અને મારું શરીર દુખે છે. આમાં શ્રદ્ધા એક વ્યક્તિનો ઉલ્લેખ કરીને કહે છે કે મારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તે આજે અહીંથી જતો રહે.

ચેટના સ્ક્રીનશોટ

ચેટમાં કરવામાં આવેલી વાતો...

 • 24 નવેમ્બર, 2020-3 ડિસેમ્બર, 2020 વચ્ચેની આ ચેટ, ડૉક્ટરના રિપોર્ટ સાથે પણ મેળ ખાય છે કે શ્રદ્ધાને બે વર્ષ પહેલાં પીઠ અને ગરદનના દુખાવા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
 • 23 નવેમ્બર, 2020 ના રોજની ચેટમાં, તેણે તે સમયે જ્યાં રહેતી હતી ત્યાંથી બહાર જવાની ચર્ચા કરે છે. તેણી કહે છે કે તે પોલીસ સ્ટેશન જશે અને 'મહિલા મંડળ'ને મળશે. આ પછી, જ્યારે સહ-કર્મચારીએ તેને તેનો ફોટો શેર કરવાનું કહ્યું, ત્યારે શ્રદ્ધાએ તેના ચહેરા પર ઇજાઓ સાથેનો ફોટો પણ મોકલ્યો અને કહ્યું કે તે તેનો ઉપયોગ કામ પરથી રજા લેવા માટે કરશે.
 • અન્ય એક ટેક્સ્ટમાં, શ્રદ્ધાએ ઘટના દરમિયાન તેને થયેલી ઇજાઓ પાછળનું કારણ તેના મિત્ર પાસે છુપાવ્યું છે. જ્યારે તેના મિત્રોએ તેને પૂછ્યું કે તેના નાક પર શું થયું છે, ત્યારે શ્રદ્ધાએ જવાબ આપ્યો કે સીડી ચડતી વખતે લપસી જતા તેને નાક પર વાગી ગયું હતું.

કરણે કહ્યું- શ્રદ્ધા આફતાબને પતિ જણાવતી હતી
શ્રદ્ધાના પૂર્વ મેનેજર કરણે કહ્યું કે નવેમ્બર 2020માં મને પહેલીવાર મારપીટ વિશે ખબર પડી. વિશ્વાસ કરી શકતો નથી કે કોઈ વ્યક્તિ એટલી ખરાબ રીતે કેવી રીતે મારપીટ કરી શકે છે. તેણે જણાવ્યું કે આ પહેલા તે ઘણીવાર બીમાર રહેતી હતી. તે દરમિયાન શ્રદ્ધાએ કહ્યું હતું કે તે સુરક્ષા માટે તેની માતા અને બહેનની પાસે જઈ શકે છે. કરણે જણાવ્યું કે, શ્રદ્ધાએ તેને કહ્યું હતું કે આફતાબ તેનો પતિ છે.

કરણે જણાવ્યું કે પોલીસમાં ગયા પછી તેણે લેખિત ફરિયાદ કરી, પરંતુ આ દરમિયાન આફતાબે ધમકી આપી કે જો તે તેને છોડી દેશે તો તે પોતાની સાથે કંઈક કરી દેશે. જે બાદ શ્રદ્ધાએ પોલીસ ફરિયાદ ન કરવાનો વિચાર કર્યો. તેણે કહ્યું કે આ ઘટના પછી તેણે શ્રદ્ધાની મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે સુરક્ષિત છે કે કેમ તે જોવા માટે થોડા અઠવાડિયા સુધી તેની દેખરેખ રાખતો હતો.

કરણે કહ્યું- મને લાગતું હતું કે બંને વચ્ચે હવે સારું નથી. મને ખબર નથી કે તેઓ પછીથી કેવી રીતે મળ્યા. મને ખબર પણ ન હતી કે તે દિલ્હી જતી રહી છે. જ્યારે આ બધું સમાચારમાં આવ્યું ત્યારે મને ખબર પડી.

આફતાબે 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કરી હતી
28 વર્ષીય આફતાબે 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના 35 ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા હતા. બંને 2019થી રિલેશનમાં હતા. આફતાબે પોલીસની પૂછપરછમાં કબૂલ્યું છે કે તેણે શ્રદ્ધાની ઓળખ છુપાવવા માટે તેનો ચહેરો સળગાવી નાખ્યો હતો. પોલીસને અત્યાર સુધીમાં 13 ટુકડા મળી આવ્યા છે. તેની ફોરેન્સિક અને ડીએનએ તપાસ કરવામાં આવશે.

શ્રદ્ધા કેસના અન્યસમાચાર પણ વાંચો...

આફતાબે 10 કલાક સુધી શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કર્યા:જ્યારે થાકી ગયો પછી ખાધું, બીયર પીધી; બાદમાં નેટફ્લિક્સ જોઈને આરામથી સૂઈ ગયો હતો

શ્રદ્ધા વોકર હત્યાકેસનો આરોપી આફતાબ અમીન પૂનાવાલા હજુ પણ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આફતાબનાં જુઠ્ઠાણાં સતત સામે આવી રહ્યા છે. તેણે એટલી હદે હત્યા કરી છે કે આ હત્યાને કોર્ટમાં સાબિત કરવી પોલીસ માટે મોટો પડકાર છે. પોલીસના કહેવા પ્રમાણે, તેને શ્રદ્ધાની હત્યા કરવાનો અફસોસ નથી. તે લોકઅપમાં શાંતિથી સૂઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...