નિહંગોએ યુવકને તલવારથી કાપી નાખ્યો:નશો કરતાં અટકાવ્યો હતો, મારામારીમાં પાઘડી ઊતરી જતાં મોતને ઘાટ ઉતાર્યો

અમૃતસર18 દિવસ પહેલા

પંજાબના અમૃતસરમાં ગઈકાલે રાત્રે ગોલ્ડન ટેમ્પલ જઈ રહેલા એક યુવકનો બે નિહંગ સાથે ઝઘડો થયો હતો. ઝઘડામાં એક શીખ યુવકની પાઘડી માથા પરથી ઊતરી ગઈ હતી. ગુસ્સામાં બે નિહંગ અને એક શીખ યુવકે મળીને બીજા યુવક પર તલવાર વડે હુમલો કર્યો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલો CCTV કેમેરામાં કેદ થયો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે.

ઝઘડામાં એક નિહંગ શીખની પાઘડી માથા પરથી ઊતરી ગઈ હતી. ગુસ્સે ભરાયેલા યુવાનોએ યુવક પર તલવાર વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. નિહંગો સાથે યુવક પર હુમલો કરનાર ત્રીજા શીખ યુવકની પોલીસે ધરપકડ કરી છે. નિહંગ શીખોની ઓળખ ચરણજિત સિંહ અને તરુણદીપ સિંહ તરીકે થઈ છે.

આ ઘટના ગોલ્ડન ટેમ્પલ પાસેના બજારમાં બની હતી. તરનતારન રોડ પર ચાટીવિંડમાં રહેતો હરમનજિત સિંહ (35) રાત્રે ઘરેથી ગોલ્ડન ટેમ્પલ તરફ જઈ રહ્યો હતો. તે રસ્તામાં એક હોટલ પાસે ઊભો હતો. તેણે દારૂ પીધો હતો અને તેના હાથમાં માદક દ્રવ્યો હતાં. આ યુવકે મોઢામાં નશીલા પદાર્થો નાખવાનું શરૂ કર્યું એ સમયે બે નિહંગ શીખ ત્યાં આવ્યા. બંને યુવકે હરમનજિત સિંહને રોક્યો અને લડાઈ શરૂ થઈ. બંને નિહંગ અને એક શીખ યુવકે હરમનજિત સાથે મારામારી શરૂ કરી.

મૃતક હરમનજીત સિંહ (35) તરનતારન રોડ ચાટીવિંડનો રહેવાસી છે.
મૃતક હરમનજીત સિંહ (35) તરનતારન રોડ ચાટીવિંડનો રહેવાસી છે.

આ વચ્ચે એક નિહંગની પાઘડી ઊતરી ગઈ. એ બાદ નિહંગોએ ગુસ્સામાં આવીને ધારદાર હથિયારથી તેની છાતી પર હુમલો કર્યો હતો.

ઘટનાસ્થળે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા. તેમને સ્થાનિક લોકોની પૂછપરછ કરી.
ઘટનાસ્થળે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા. તેમને સ્થાનિક લોકોની પૂછપરછ કરી.

હરમનજિતનું ઘટનાસ્થળે જ મોત નીપજયું
બંને નિહંગ શીખોએ હરમનજિત સિંહ પર એવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો કે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ત્યાર બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં જ હરમનજિતનું મોત થઈ ચૂક્યું હતું.

ઘટના CCTVમાં કેદ
હરમનજિત પર હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સ્થાનિક પોલીસે કહ્યું હતું કે તેમણે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. નિહંગોની શોધખોળ ચાલુ છે. ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે. હાલ યુવકના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે.

પોલીસે યુવકની ધરપકડ કરી

એક આરોપી રમનદીપ સિંહને પકડીને લઈ જતી પોલીસ
એક આરોપી રમનદીપ સિંહને પકડીને લઈ જતી પોલીસ

પોલીસ કમિશનર અરુણપાલ સિંહે કહ્યું કે ઘટના બાદ એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવકની ઓળખ રમણદીપ સિંહ તરીકે થઈ છે. મારામારી પછી રમણદીપે પણ નિહંગ શીખોનો સાથ આપ્યો અને હરમનજિત પર હુમલો કર્યો. નિહંગોની પણ ઓળખ શરૂ થઈ ગઈ છે, ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...