પંજાબના ફિરોઝપુરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ સરહદની પાસેનાં ખેતરોમાંથી 8 કરોડ રૂપિયાની હેરોઇનની ખેપ પકડી પાડી છે.
પાકિસ્તાની તસ્કરોએ ધુમ્મસનો લાભ ઉઠાવીને તારોની પાર ખેતરોમાં છુપાવી હતી, પરંતુ જવાનોની સૂઝબૂઝથી પાકિસ્તાની તસ્કરોના આ પ્રયાસને નિષ્ફળ કરી દીધો.
પાકિસ્તાની તસ્કરો તરફથી આ ખેપ ફિરોઝપુરના અંતરિયાળ ગામ પીર ઇસ્માઇલ ખાનમાં તારોની પાર બટાકાના ખેતરમાં છુપાવી ગઇ હતી. ગુરુવાર બપોર પછી જ્યારે BSFના જવાનો પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેમણે ફેન્સિંગની પાર પગનાં નિશાન જોયાં. ત્યાર બાદ તેમને શક ગયો અને તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું.
8 કરોડ છે ઇન્ટરનેશનલ વેલ્યૂ
BSFની તરફથી જપ્ત કરેલી ખેપને તપાસ બાદ ખોલવામાં આવી. ખેપમાંથી 1 કિલો હેરોઇન મળી આવ્યું. તેની ઇન્ટરનેશનલ વેલ્યૂ આશરે 8 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. અત્યારે ખેપને તપાસ માટે મોકલી આપવામાં આવી છે.
ગયા વર્ષે 317 કિલો હેરોઇન જપ્ત કર્યું
ગયા વર્ષેની વાત કરીએ તો BSFના જવાનોએ પંજાબ સરહદેથી 316.988 કિલો હેરોઇનને જપ્ત કરવામાં સફળતા મેળવી હતી. આને પાકિસ્તાની તસ્કરોએ ડ્રોન, પાઇપ, તારો પાર જનારા ખેડૂતો વગેરેની મદદથી ભારતીય સીમામાં મોકલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ BSFના સતર્ક જવાનોએ તેને રોકવામાં સફળતા મેળવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.