• Gujarati News
  • National
  • He Tube Burst, Air Came Out From Between The Tire And The Rim With Such Pressure That The Young Man's Body Was Blown Away.

શરીરના ફુરચા ઊડ્યા:ટ્રકના ટાયરમાં હવા ભરતા સમયે ટ્યૂબ ફાટી, યુવકના શરીરના ઉપરના ભાગના બે ટુકડા થઈ ગયા, કમકમાટીભર્યું મોત

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

આ ચોંકાવનારી ઘટના સોમવારે બપોરે MPના મુરેનાના જૌરા વિસ્તારમાં બની હતી. યુવક ટ્રકના ટાયરમાં હવા ભરી રહ્યો હતો. હવા વધુ ભરાઈ જતાં ટ્યૂબ ફાટી ગઈ. હવાનું દબાણ એટલું વધારે હતું કે તેના શરીરના એક ભાગના નાના-નાના ટુકડા હવામાં ઊછળ્યા અને 20 ફૂટના અંતરે જઈને પડ્યા.

મૃતક અજય ઉર્ફે માનિક કુશવાહ (25) અગરૌતા વિસ્તારમાં સ્ટેડિયમ પાસે ટાયર પંચરની દુકાન ચલાવતો હતો. તે એક ટ્રકના ટાયરનું પંચર બનાવી રહ્યો હતો. તેની સાથે ટ્રકનો ડ્રાઈવર કલ્લુ ગોસ્વામી અને તેનો પિતરાઈ ભાઈ હરીશ સિંહ પણ બેઠો હતો.

એ દરમિયાન અજયે તે બંનેને કહ્યું હતું કે તમે થોડા પાછા જતા રહો. તેના કહેવાથી બંને યુવક થોડા દૂર ઊભા રહ્યા. હવા ભરતા સમયે અચાનક જ ટાયરની ટ્યૂબ ફાટી ગઈ. હવા અતિશય પ્રેશરની સાથે ટાયર અને રિમ વચ્ચેથી નીકળી. હવાનું પ્રેશર એટલું વધુ હતું કે તેના શરીરના આગળના ભાગના ટુકડા થઈ હવામાં ઊછળી ગયા. તેના શરીરના 2 ટુકડા થઈ આશરે 20 ફૂટના અંતરે જઈને પડ્યા. યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું.

ઘટના બાદ પરિવારજનોની રડી-રડીને ખરાબ હાલત છે.
ઘટના બાદ પરિવારજનોની રડી-રડીને ખરાબ હાલત છે.

જો પાછા જવાનું ન કહ્યું હોત તો અન્ય 2નાં મોત થયાં હોત
અજયે બંને યુવકો કલ્લુ ગોસ્વામી ટ્રક-ડ્રાઇવર અને પિતરાઈ ભાઈ હરીશ સિંહને પાછા ખસવાનું ન કહ્યું હોત તો તેઓ પણ માર્યા ગયા હોત. આ આઘાતજનક અકસ્માતમાં પાછળ બેઠેલા બંને યુવકને કશું જ થયું નથી.

મામલાની તપાસ કરવામાં આવી રહી છે
જૌરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ યોગેન્દ્રસિંહ જાદૌને જણાવ્યું હતું કે ટાયરમાં હવા ભરતી વખતે ઝડપથી હવા નીકળવાને કારણે યુવકનું મોત નીપજ્યું હતું. કેસ નોંધવામાં આવ્યો છે. યુવકનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...