વીડિયો:પત્ની અને પ્રેમીને દોરડાથી બાંધી ફટકાર્યાં, અધમૂવા કરી યુવકના વાળ કાપ્યા, કપડાં પણ ફાડી નાંખ્યા

5 મહિનો પહેલા

રાજસ્થાનમાં એક યુવકે તેની પત્ની અને પ્રેમીને ઢોરમાર માર્યો હતો. અહીં ઉદયપુરમાં લાકડી લઈને મારતાં આ કનૈયાલાલ નામના યુવકને શંકા હતી કે, તેની પત્નીના સંબંધ મણીલાલ નામના યુવક સાથે છે. લગભગ અડધા કલાક સુધી લાકડીના બેફામ ફટકા માર્યા બાદ બેભાન થઈ ગયો ત્યારે તેના વાળ પણ કાપી નાંખ્યા. એક દિવસ જ્યારે કનૈયાલાલઘરે નહોતો ત્યારે, મણિલાલને તેની યુવતીને મળવા આવ્યો હતો. લોકોએ બંનેને પકડીને ઘરના થાંભલે બાંધી દીધા હતાં. આ પછી ઘરે આવેલાં યુવકે તેની પત્ની અને યુવકને લાકડીથી ઢોર માર માર્યો હતો. પોલીસે સ્થળ પર આવી બંનેને છોડાવી હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...