• Gujarati News
  • National
  • He Stuffed His Mouth With A Cloth So That He Could Not Scream For His Own Protection; VIDEO

ભોપાલમાં ધો.12ના વિદ્યાર્થીને નિર્દયતાથી માર માર્યો:પોતાના બચાવ માટે ચીસો પાડી શકે નહીં તે માટે મોંઢામાં કપડું ભરી દીધુ; VIDEO

ભોપાલએક મહિનો પહેલા

મધ્યપ્રદેશના ભોપાલના કોલાર વિસ્તારમાં ધારણ 12ના વિદ્યાર્થીની સાથે નિર્દયતાથી મારપીટ કરવામાં આવી હતી. ચારથી પાંચ છોકરાઓના ટોળાએ વાયરના કોરડા અને લાકડીઓ વડે વિદ્યાર્થીને માર માર્યો હતો. વિદ્યાર્થી પોતાના બચાવમાં બૂમો પાડી શકે નહીં, તે માટે તેના મોંઢામાં કપડું ભરી દેવામાં આવ્યું હતુ. આ ઘટના 29 ઓગસ્ટની છે. VIDEO સામે આવ્યા બાદ પોલીસે હવે પીડિત વિદ્યાર્થીને શોધીને આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

કોલાર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ચંદ્રકાંત પટેલે જણાવ્યું કે બૈરાગઢ ચિચલીનો રહેવાસી 16 વર્ષનો છોકરો ધોરણ 12નો વિદ્યાર્થી છે. તેણે પોલીસને જણાવ્યું કે તે 29 ઓગસ્ટના રોજ સવારે 8 વાગ્યે શાળામાં હતો. તે જ સમયે ત્રણ છોકરાઓ શાળાની બહાર ઝઘડો કરી રહ્યા હતા. આમાંના બે છોકરાઓ શુભમ અને અભિષેક મારી સાથે શાળામાં અભ્યાસ કરે છે. તે ત્રીજાને જાણતો નહોતો.

શાળા છૂટ્યા પછી જ્યારે તે બહાર આવ્યો ત્યારે ત્રીજા છોકરા સાથે બીજા કેટલાક છોકરાઓ ઉભા જોયા. તેઓએ મને શુભમ વિશે પૂછ્યું. મારા ના પાડવા પર ચાવી છીનવી મારી બાઇક લઇ ગયા હતા. થોડીવાર પછી મને ફોન કર્યો અને કહ્યું- તારી બાઇક ફાઇન એવન્યુની સામે પડી છે આવીને લઈ જા.

મેં ત્યાં જવાની ના પાડી દીધી તો બપોરે 2.30 વાગે શાળાની પાસે જ છોકરાઓ મારી બાઈક લઈને આવી ગયા. તેમણે મને કહ્યું- ચલ અમારી સાથે. તેઓ મને ઓમનગરમા મેદાનમાં લઈ ગયા. અહીં તેમણે મને કહ્યું કે એમિત શુક્લાને ફોન કર. મેં અમિતને ફોન કર્યો ત્યારે તેણે જણાવ્યુ કે તે ભાપોલથી બહાર છે.

વિદ્યાર્થી માફી માંગતો રહ્યો અને છોકરાઓ માર મારતા રહ્યા
વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું કે આ પછી તે છોકરાઓએ મને વાયરના કોરડા, લાકડીઓથી બેરહેમીથી માર માર્યો હતો. તેમણે મારું પેન્ટ પણ ઉતારી દીધુ હતુ. ત્યાર બાદ મારા થાપાના ભાગે વારંવાર લાકડીઓ અને તાર વડે માર મારવામાં આવ્યો હતો. હું માફી માંગતો રહ્યો, પણ તેઓ મારતા રહ્યા. આ પછી મને ધમકી આપી કે જો પોલીસ કે પરિવારને જણાવીશ તો તને જાનથી મારી નાખીશું. તેમની પાસે છરી પણ હતી. વિદ્યાર્થીએ પોલીસને મારનારાઓના નામ રિચર્ડ, લકી માલવિય, સંદીપ, હર્ષિત જણાવ્યું છે. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.

બે આરોપી પગ પકડી કહ્યા હતા, ત્રીજાએ મોઢું, ચોથો લાકડી વડે માર મારતો રહ્યો
વીડિયોમાં જોઈ શકાય છે કે બે આરોપી વિદ્યાર્થીઓએ પગ પકડી રાખ્યા હતા. ત્રીજા ઓરોપીએ તેનું માથું પકડી રાખ્યું હતુ. ત્રણ આરોપીઓએ વિદ્યાર્થીને લટકાવી રાખ્યો હતો. ચોથો આરોપી લાકડી વડે વિદ્યાર્થીને માર મારી રહ્યો નજરે પડે છે. અનેય એક આરોપી પણ તેને વાયર વડે વિદ્યાર્થીને માર મારી રહ્યો છે. આ દરમિયાન મારપીટ કરતા આરોપીઓના અન્ય મિત્રો પણ આસપાસ ઉભેલા નજરે પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...