• Gujarati News
  • National
  • He Set Himself On Fire And Tried To Meet The Lawyer In The Court, SDM, But In The End He Died

રાજસ્થાનમાં આત્મહત્યાનો હૃદયદ્રાવક VIDEO:આત્મદાહ કરીને સળગતી હાલતમાં કોર્ટમાં ઘૂસ્યો વકીલ, SDMને પણ ભેટવાનો પ્રયાસ કર્યો, અંતે મોત થયું

ખંડેલા (સીકર)17 દિવસ પહેલા

દરેક સુનાવણી માટે લાંચ માગવાના આરોપ લગાવતા રાજસ્થાનના ખંડેલામાં એક વકીલે SDM કોર્ટમાં આત્મદાહ કરી લીધો. આ દરમિયાન તેમને SDMને ગળે લગાડવાનો પણ પ્રયાસ કર્યો. જો કે SDM તેમને ધક્કો મારીને ભાગી ગયા. જેના કારણે તેમનો હાથ થોડો સળગી ગયો.

ગંભીર હાલત જોઈને વકીલને જયપુર રેફર કરવામાં આવ્યા હતા. તેમના નાના ભાઈ લક્ષ્મણરામે જણાવ્યું કે ઈલાજ દરમિયાન SMS હોસ્પિટલમાં મોત થઈ ગયું. મામલો સીકરના ખંડેલાનો છે. વકીલની બેગમાં એક લેટર મળ્યો છે, જેમાં SDM રાકેશ કુમાર પર દરેક કેસ માટે પૈસા માગવાનો આરોપ લગાવ્યો છે.

રાનૌલી પોલીસ સ્ટેશનના નાંગલ અબયપુરાના રહેવાસી વકીલ હંસરાજ માવલિયા (40) છેલ્લાં 10 વર્ષથી વકીલાત કરી રહ્યાં હતા. ગુરુવારે બપોરે લગભગ અઢી વાગ્યે SDM રાકેશ કુમાર પોતાના કાર્યાલયની અંદર ચેમ્બરમાં બેઠા હતા. આ દરમિયાન બહાર હંસરાજે પોતાની જાતને આગ લગાડી અને અંદર આવી ગયા. તેમને ઓફિસનો દરવાજો પહેલેથી જ બંધ કરી લીધો હતો.

SDM રાકેશ જેવાં જ તેમને અંદર આવતા જોય તેઓ ગભરાઈને ઊભા થઈ ગયા. હંસરાજે તેમને પકડવાનો પ્રયાસ કર્યો. જોકે SDMએ તેમને ધક્કો મારીને પાછળ કર્યો જેના કારણે તેમનો હાથ પણ દાજી ગયો. ગંભીર રીતે બળી ગયેલા વકીલને તાત્કાલિક ખંડેલાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાંથી જયપુર રેફર કરી દેવાયા. SDM રાકેશ કુમારની સારવાર ખંડેલાની હોસ્પિટલમાં ચાલી રહી છે.

ઘાયલ SDM રાકેશ કુમાર ડોકટર પાસે સારવાર કરાવતા. સળગી રહેલા વકીલને ધક્કો મારતા SDMનો હાથ દાજી ગયો હતો.
ઘાયલ SDM રાકેશ કુમાર ડોકટર પાસે સારવાર કરાવતા. સળગી રહેલા વકીલને ધક્કો મારતા SDMનો હાથ દાજી ગયો હતો.

ચર્ચાની તારીખ લઈને ગયો હતો
SDM રાકેશ કુમારે જણાવ્યું- ગુરુવારે પંચાયત સમિતિની જન સુનાવણી હતી. હું જન સુનાવણીમાં ગયો હતો. જન સુનાવણી પુરી કરીને કોર્ટમાં આવ્યા પછી હંસરાજ કોઈ કેસમાં ચર્ચા કરવા માટે આગામી તારીખ લઈને આવ્યો હતો. થોડો સમય પછી તેને પેટ્રોલ છાંટીને આત્મદાહ કરી લીધો. કોર્ટના બધાં જ દરવાજા બંધ કરીને SDM કોર્ટમાં ઘૂસ્યો. તે સમયે SDM કોર્ટમાં અન્ય એક વકીલ પણ કોઈ કેસની દલીલ કરી રહ્યો હતો.

આગમાં ગંભીર રીતે દાજી ગયા બાદ વકીલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આગમાં ગંભીર રીતે દાજી ગયા બાદ વકીલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અંદર ઘૂસીને ગેટ બંધ કરી દીધો
વકીલને આગની જ્વાળામાં ઘેરાયેલો જોઈને કોર્ટમાં ભાગદોડ થઈ ગઈ હતી. લોકોએ વકીલને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ હંસરાજી SDMની પાસે પહોંચી ગયો. આગ એટલી ભયાનક હતી કે કોર્ટમાં ચારે બાજુ ધુમાડો ધુમાડો થઈ ગયો. કોર્ટમાં હાજર અન્ય એક વકીલનો શ્વાસ પણ રુંધાવા લાગ્યો, ત્યારે તેને બહાર જવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અને મેડિકલની ટીમ ઘટના સ્થળે પહોંચી. આગ પર કાબૂ મેળવ્યો અને ઘાયલોને ખંડેલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

વકીલ હંસરાજ માલવિયાની બેગમાંથી પોલિથિમાં પેટ્રોલ અને કીટનાશક દવાની બોટલ મળી આવી. જેમાં એક લેટર પણ મળ્યો, જેમાં SDM પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
વકીલ હંસરાજ માલવિયાની બેગમાંથી પોલિથિમાં પેટ્રોલ અને કીટનાશક દવાની બોટલ મળી આવી. જેમાં એક લેટર પણ મળ્યો, જેમાં SDM પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

બેગમાંથી મળ્યું પેટ્રોલ અને કીટનાશક
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વકીલ હંસરાજ માવલિયા થોડાં દિવસથી ડિપ્રેશનમાં હતા.પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. ઘટના સ્થળે પર માવલિયાની બેગમાંથી પૉલીથિનમાં પેટ્રોલ અને કીટનાશક દવાની બોટલ મળી આવી છે. એક લેટર પણ મળ્યો છે જેમાં SDM પર ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે. વકીલે લખ્યું છે કે દરેક કેસ માટે SDM રાકેશ કુમાર લાંચ માગતા હતા. સીકર SP કુંવર રાષ્ટ્રદ્વીપ અને DSP ગિરધારી લાલ શર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા. તેમને ત્યાંના અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી લીધી.

SDM કોર્ટ પરિસરમાં કાળું પડેલું ફર્શ. આ જગ્યાએ જ વકીલે પોતાને આગ લગાડી દીધી હતી.
SDM કોર્ટ પરિસરમાં કાળું પડેલું ફર્શ. આ જગ્યાએ જ વકીલે પોતાને આગ લગાડી દીધી હતી.

પાયાવિહોણા આરોપ
ખંડેલા થાનાધિકારી ઘાસીરામ મીણાએ પોતાના ઉપર લાગેલા આરોપને પાયાવિહોણા ગણાવ્યા. તેમને કહ્યું- જો સુસાઈડ નોટ અંગે મારા વિશે કંઈ એવું લખ્યું હશે તો તે ખોટું છે. વકીલ મારી ક્યારેય નથી આવ્યો અને ન તો મેં ક્યારેક વકીલને કંઈ કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...