• Gujarati News
  • National
  • He Said That BJP Government Will Be Formed In Maharashtra By March, Not More Days Of Uddhav Government

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેનો દાવો:રાણેએ કહ્યું- માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે, ઉદ્ધવ સરકારના વધુ દિવસ નહીં

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાણેના નિવેદન મામલે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે માર્ચ સુધીમાં મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પડી જશે અને અહીં ભાજપની સરકાર બનશે. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે. શિવસેનાએ ભાજપા સાથે ગઠબંધન તોડ્યા બાદ NCP અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. આ ગઠબંધનને મહાવિકાસ અઘાડી નામ આપવામાં આવ્યું હતું.

કેટલીક વાતો સિક્રેટ રાખવી પડે છે
રાણેએ કહ્યું હતું કે આ વાત મારા અંદરની છે, એટલા માટે હું એને બહાર જણાવવા નથી માગતો. સરકાર બનાવવાની કે પાડવાની હોય છે ત્યારે વાતો સિક્રેટ રાખવી પડે છે. તેમણે મહારાષ્ટ્રમાં ભાજપના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલનું નામ લઈને કહ્યું હતું કે માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનાવવાની વાત તેમણે કહી છે. આ વાત તેમણે કરી છે તો એને સાચી કરવા સાબિત કરવા માટે અમે કામ કરીશું.

આ સાથે જ તેમણે ઉદ્ધવ ઠાકરે બાબતે જણાવ્યું હતું કે તેમની તબિયત ખરાબ છે, એટલા માટે હું કોઈ ટિપ્પણી કરવા માગતો નથી, પરંતુ ગઠબંધન સરકાર વધુ વખત નહિ રહે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાલમાં જ તેમના કરોડરજ્જુનું ઓપરેશન કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
ગુરુવારે મહારાષ્ટ્રના ભાજપ-અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર મુદ્દે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રીનું આ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે એવું નિવેદન આપતાં રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

ઉદ્ધવ સામે અપમાનજનક ટિપ્પણી કરતાં રાણેની ધરપકડ કરવામાં આવી હતી
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને 24 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી હતી. થોડા કલાકની ધરપકડ બાદ મોડી રાત્રે તેમને જામીન મળી ગયા હતા. 23 ઓગસ્ટે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના 'કાનની નીચે ફટકારવા'નું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ સમગ્ર મહારાષ્ટ્રમાં શિવસેનાના કાર્યકરોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. અનેક જિલ્લાઓમાં રાણેની સામે FIR પણ નોંધવામાં આવી હતી. નાશિકમાં ભાજપના કાર્યાલય પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. મુંબઈમાં રાણેના ઘરની બહાર પણ પ્રદર્શન કરી રહેલા શિવસેનાના કાર્યકરો પર લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...