• Gujarati News
  • National
  • He Said That After The Work, Two Thousand More Will Be Needed, He Took Five Thousand For The Recruitment Of Asha Worker In CHC Of Prayagraj.

લાંચિયા મહિલા મેનેજર, VIDEO:કહ્યું કે- કામ પત્યા પછી હજુ બે હજાર જોઈશે, પ્રયાગરાજનાં CHCમાં આશા વર્કરની ભરતી માટે પાંચ હજાર લીધા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રયાગરાજનાં સ્વાસ્થ્ય વિભાગમાં બ્લોક કમ્યુનિટી પ્રોસેસ મેનેજર તરીકે ફરજ બજાવતા ચંદા મોર્યની ઉપર આશા ભર્તી માટે લાંચ લેવાનો આરોપ અને એનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં BPCM ચંદા મોર્ય પોતાના કાર્યાલયમાં બેઠા હતા, અને કહી રહ્યાં હતા કે કામ પત્યા પછી વધુ બે હજાર જોઈશે. પૈસા લઈ એમણે પોતાના ખિસ્સામાં રાખી દીધા હતા. એ સમયે એક વ્યક્તિ ત્યાં સામે ઉભો હતો જેણે છૂપાઈને એમનો વીડિયો બનાવી લીધો હતો. પોતાનો પક્ષ જણાવતા ચંદા મોર્યે કહ્યું કે, મને ફસાવવાની કોશિશ કરવામાં આવી રહ્યું છે. મારા પર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યાં છે. જોકે વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે, ચંદા મોર્ય હાથમાં પૈસા લઈ ગણે છે અને પછી એને ખિસ્સામાં મૂકે છે. વીડિયો વાયરલ થતા સીએમઓએ કહ્યું કે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

પૈસા ગણીને રૂપિયા ખિસ્સામાં રાખ્યા
આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. આશા કાર્યકર્તા કોઈ બીજા માટે આશા પદની પસંદગી કરવા માટે 5 હજાર રૂપિયાની લાંચ ચંદા મોર્યને આપી હતી. જોકે ઘટના સામે આવતા જ વીડિયોમાં દેખાય છે તે ચંદા મોર્ય પોતાની સફાઈમાં કહે છે કે આ વીડિયો કેવી રીતે બનાવાયો તેનો તેને ખ્યાલ નથી. જે આરોપ લગાવવામાં આવ્યા છે તે અંગે જણાવે છે કે તેના પર ખોટા આરોપ લગાવાયા છે. આશાના દીકરા તેમને ધમકી આપે છે કે તેમની માતા કામ કરે કે ન કરે પરંતુ, પૈસા પહોંચી જવા જોઈએ. આ તમામની વચ્ચે મને ફસાવવામાં આવે છે તેવું ચંદા મોર્યનું નિવેદન છે.

CMO બોલ્યા- કમિટી બનાવી તપાસ શરૂ
CMO નાનક સરનએ કહ્યું કે તપાસ સમિતીની રચના બનાવાઈ છે. ACMO નિશા સોનકરનો નોડલ ઓફિસર બનાવ્યા છે. જે વીડિયોની તપાસ કરી રહ્યા છે. નિશાન સોનકરે કહ્યું કે હાલ BPCMના નિવેવદન પર કેસ નોંધી શકાયો નથી. જોકે વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે સાક્ષીના આધારે આગળ કાર્રવાઈ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...