• Gujarati News
  • National
  • He Said I Know What I Have To Do... If I Don't Contest The Election, Ask Me, I Will Tell You

કોંગ્રેસ અધ્યક્ષની દાવેદારીને લઈને રાહુલનું સસ્પેન્સ:કહ્યુ - હું જાણું છું મારે શું કરવાનું છે...ચૂંટણી ન લડ્યો તો મને પૂછજો, જણાવી દઇશ

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત જોડો યાત્રા પર રાહુલ ગાંધી કોંગ્રેસમાં અધ્યક્ષના નામ પર રાજકીય સસ્પેન્સની વચ્ચે શુક્રવારે રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું છે. તમિલનાડુમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલે કહ્યું કે તે ચૂંટણી લડશે કે નહીં, તેના પર ચૂંટણી બાદ જવાબ દેશે. તેમણે આગળ કહ્યું- મેં તેના પર મારો ફેંસલો કરી લીધો છે, મનમાં હવે કોઇ ભ્રમ નથી. ચૂંટણી નલડ્યો, તો તમને જવાબ આપીશ.

એક સવાલના જવાબમાં રાહુલે કહ્યું- ભારત જોડો યાત્રા કોંગ્રેસ પાર્ટી કાઢી રહી છે, અને હું પાર્ટીનો સભ્ય છું. એટલા માટે આ યાત્રામાં સામેલ છું. તેમણે કહ્યું-યાત્રાનો હેતુ સાફ છે, અમે દેશના લોકોને જોડવા માટે નીકળ્યા છીએ. રાહુલ ગાંધીએ કહ્યું- ભારત જોડો યાત્રાથી મને આ દેશ અને પોતાના વિશે સમજ આવીજશે. હું 2-3 મહિનામાં સમજદાર થઇ જઇશ.

2019માં છોડ્યું હતું અધ્યક્ષ પદ

રાહુલ ગાંધીને 2017માં કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ 2019માં લોકસભાની ચૂંટણી હાર્યા બાદ રાહુલે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાહુલે કહ્યું હતું કે કોંગ્રેસમાં જવાબદારી લેવી પડશે, એટલા માટે હું પદ છોડી રહ્યો, બીજા કોઇને અધ્યક્ષ બનાવવામાં આવે.

અધ્યક્ષ કોણ, ત્રણ નામ સૌથી આગળ

સોનિયા ગાંધી- 2019માં જ્યારે રાહુલ ગાંઘીએ ખુરશી છોડી તો પાર્ટીમાં કોઇના નામ પર સહમતી ન બનતા સોનિયા ગાંઘીને કમાન સોંપવામાં આવી. જૂના અને નવા નેતાઓ વચ્ચે સર્વમાન્ય હોવાને લીધે 2024 સુધી તેમની પાસે ખુરશી રહેવાની અટકળો લગાવવામાં આવી રહી.

રાહુલ ગાંધી- કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં સૌથી આગળ નામ રાહુલ ગાંધીનું નામ છે. જોકે, રાહુલ કેટલીય વાર અધ્યક્ષ બનવાની ના પાડી રહ્યા છે. રાહુલ પાર્ટીઅધ્યક્ષ સિવાય કોગ્રેસ સંગઠનમાં મહાસચિવ અને ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે.

અશોક ગહલોત- ગાંધી પરિવારમાંથી કોઇ અધ્યક્ષ ન બનવાની સ્થિતિમાં અશોક ગહલોતને કોંગ્રેસની કમાન મળી શકે છે. ગહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી છેઅને પાર્ટીના વરિષ્ઠ નેતા છે. પાર્ટીનો મોટો ઓબીસી ચહેરો હોવાની સાથે સાથે સંગઠનનો સારો એવો અનુભવ છે.

19 ઓક્ટોબરે મળશે કોંગ્રેસને નવા અધ્યક્ષકોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે વોટિંગ થશે અને 19 ઓક્ટોબરે કાઉન્ટિંગ થશે. ચૂંટણી શિડ્યુલ પ્રમાણે 22 સપ્ટેમ્બરે ચૂંટણી સંબંધી નાટિફિકેશન જાહેરથશે. 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી નોમિનેશન કરી શકશો. જોકે અધ્યક્ષ પદ માટે માત્ર એક ઉમેદવાર હશે તો આવી સ્થિતિમાં રિઝલ્ટની ઘોષણા 30 જસપ્ટેમ્બરે થઇ શકાશે.