• Gujarati News
  • National
  • He Lost His Life While Trying To Save The Poisonous Cobra, He Was Bitten During The Rescue And Died Tragically

સર્પપ્રેમીનું અંતિમ રેસ્ક્યુ ઓપરેશન CCTVમાં કેદ:ઝેરી કોબરાને બચાવવા જતાં જીવ ગયો, રેસ્ક્યુ સમયે જ કરડ્યો ને કરૂણ મોત

21 દિવસ પહેલા

રાજસ્થાનનાં સર્પમિત્ર તરીકે ઓળખાતા વિનોદ તિવાડી લગભગ વીસ વર્ષથી સાપને પકડીને સુરક્ષિત જગ્યાએ છોડવાનું કામ કરતા હતા. તેમણે શનિવારે કોબરાને પકડ્યા બાદ કોબરાએ ડંખ માર્યો હતો. જે બાદ વિનોદ તિવાડીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.જો કે વિનોદ તિવાડી સાપ પકડવામાં માહેર હતા.તેમણે એકસાથે પાંચ-પાંચ કાળા કોબરા જેવા ઝેરી સાપને કાબૂમાં રાખ્યા હતા. તેઓ સાપને મરવા દેતા નહિ. પરંતુ બચાવવા માટે પહોંચી જતા, આ પ્રાણીઓને સરળતાથી પકડીને જંગલમાં બચાવી લેતા.

અન્ય સમાચારો પણ છે...