તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • He Kept Shouting At The Wedding Saying That He Gave Dowry Of Lakhs Of Rupees, The Police Conducted An Investigation Against The Video.

ઉત્તર પ્રદેશનો અજીબ કિસ્સો:લગ્નમાં બૂમો પાડી-પાડીને કહેતો રહ્યો કે 65 લાખ રૂપિયાનું દહેજ આપ્યું, વીડિયો સામે આવતાં પોલીસે તપાસ હાથ ધરી

3 મહિનો પહેલા

આ બંને વીડિયો ઉત્તર પ્રદેશના શામલીના છે. અહીં લગ્નમાં વરપક્ષને દહેજમાં લાખો રૂપિયા આપવામાં આવ્યા છે. લગ્નમાં મોટી રકમ બતાવી કન્યાપક્ષના લોકો ગર્વ અનુભવી રહ્યા છે. પહેલી ઘટના શામલીના થાના ભવનની છે. અહીં કુરૈશી સમાજના લોકો ઢંઢેરો પીટી રહ્યા છે કે, દીકરીના લગ્નમાં 65 લાખ રૂપિયાનું દહેજ આપ્યું છે. રોકડા રૂપિયા અને ઘરેણાં સહિત 51 લાખ અને અને 14 લાખની કિયા સેલ્ટોસ કાર. આ રીતે દહેજની રકમ 65 લાખથી પણ વધારે થાય છે. આ દુલ્હનને જ જોઈલો. જાણે તેને ઘરેણાથી ઢાંકી દેવાઈ છે. બીજી ઘટના શામલીના કૈરાનાની છે. અહીં પણ સગાઈ વિધિમાં છોકરાને વચ્ચોવચ ઉભો રાખી દીધો. અને તેના માથે હાથ રાખીને કહેવામાં આવ્યું કે, તમારી સગાઈ થઈ ગઈ છે. આ પછી નોટના બંડલ છોકરાના માથે રાખવામાં આવે છે. એટલું જ નહીં તેને કહેવામાં પણ આવે છે કે, અમે તને પાંચ લાખ રૂપિયા આપી રહ્યા છીએ. આ બંને ઘટના લગભગ દશ દિવસ પહેલાની છે. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. વીડિયો સામે આવતાં પોલીસે પણ આ દિશામાં કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...