તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • He Joined The BJP On The Day Of The Shooting Of People Protesting Against The CAA In Delhi And Left The Party In The Evening

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરી સમાચારમાં શાહીન બાગ:દિલ્હીમાં CAAનો વિરોધ કરી રહેલા લોકો પર ગોળી ચલાવનાર દિવસે ભાજપમાં જોડાયો, સાંજે પાર્ટીની બહાર કર્યો

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નાગરિક સુધારા વિધેયક (CAA) સામે વિરોધ પ્રદર્શન સમયે ગોળી ચલાવનાર કપિલ ગુર્જર બુધવારે ભાજપ સાથે જોડાયો હતો. આ દરમિયાન તેણે કહ્યું હતું કે અમે ભાજપ સાથે છીએ. ભાજપ હિન્દુત્વને મજબૂત કરી રહી છે. હિન્દુત્વને આગળ વધારવા માંગે છે. હું હિન્દુત્વ માટે કામ કરવા ઈચ્છુ છું, માટે ભાજપમાં સામેલ થવા ઈચ્છુ છું. હું RSS સાથે પણ જોડાયેલ છું.

કપિલ ગુર્જરે દિવસે ભાજપ જોઈન્ટ કરી, સાંજ સુધી તેને શાહીન બાગમાં સામેલ થવાની વાત જાહેર થઈ ગઈ. ત્યારબાદ ભાજપે તેની મેમ્બરશિપ રદ્દ કરી દીધી. પાર્ટીના ગાઝીયાબાદ અધ્યક્ષ સંજીવ શર્માએ કહ્યું- BSPના કેટલાક સભ્યોએ પાર્ટી જોઈન કરી હતી. આ સાથે જ કપિટલ ગુર્જરે પણ પાર્ટીનું સભ્યપદ લીધું. શાહીન બાગ મુદ્દા સાથે તેના જોડાયેલા હોવાની અમને કોઈ જાણકારી ન હતી.

ભાજપના પ્રદેશ અધ્યક્ષે સ્પષ્ટતા કરી
પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહે પણ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી. તેમણે લખ્યુ કે ગાજીયાબાદના કપિલ ગુર્જરની વિચારધારા ભાજપને અનુરૂપ નથી. કપિટલ ગુર્જરના સભ્યપદને ભારતીય જનતા પાર્ટી દ્વારા અમાન્ય ઠરાવવામાં આવ્યા છે.

કપિલ નોઈડાનો રહેવાસી છે
CAAના વિરોધમાં શાહીન બાગમાં થયેલા આંદોલને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યુ હતું. આ ઘટનામાં ગોળી ચલાવવાની ઘટનાને લઈ ઘણો વિવાદ થયો હતો. આ ઘટનામાં કોઈ ઈજા પામ્યું ન હતું. કપિલ સામે FIR નોંધવામાં આવી હતી. જ્યારે નોઈડા પાસે દલ્લૂપુરા ગામના રહેવાસી છે. જેલમાંથી છૂટ્યા બાદ ગામ પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટીએ ભાજપને ઘેર્યો
સમગ્ર ઘટના સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય સૌરભ ભારજદ્વાજે ભાજપને ઘેર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યુ કે પહેલા શાહીન વાળાને ભાજપા જોઈન્ટ કરી, ત્યારબાદ બંદુક ચલાવનાર ભાજપ આવી ગયા. સમગ્ર ઈન-હાઉસ પ્રોડક્શન ભાજપના છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો