ઓફિસમાં બેઠા-બેઠા જિમ ટ્રેનરને આવ્યો હાર્ટ એટેક:ખુરશી પર અચાનક જ ઢળી પડ્યો, થોડા સમય બાદ મોતની જાણ થઈ, જુઓ VIDEO

2 મહિનો પહેલા

ગાઝિયાબાદમાં 35 વર્ષના જિમ ટ્રેનરનું હાર્ટ એટેક આવતાં મૃત્યુ થયું હતું. તે ખુરશી પર બેઠો હતો, અચાનક જ એટેક આવ્યો અને બેઠા-બેઠા જ તેનું મોત થઈ ગયું. થોડીવાર પછી ત્યાં હાજર લોકો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

ફિટનેસનો ખૂબ ધ્યાન રાખતો, હવે પરિવાર આઘાતમાં છે

સાહિબાબાદ વિસ્તારના શાલીમાર ગાર્ડનમાં 35 વર્ષીય આદિલ જિમ ટ્રેનર હતો. તાજેતરમાં જ તેણે શાલીમાર ગાર્ડનમાં એક પ્રોપર્ટી ડીલિંગ ઓફિસ પણ ખોલી હતી. 16 ઓક્ટોબરના રોજ સાંજે લગભગ 7 વાગ્યે આદિલ તે જ ઓફિસમાં તેની ખુરશી પર બેઠો હતો. અચાનક તેને એટેક આવતાં ખુરશીની પાછળની તરફ ઢળી પડ્યો. જોકે, તે બેઠેલી સ્થિતિમાં જ રહ્યો.

આ તસવીર આદિલની છે. પરિવારના જણાવ્યા મુજબ, તે દિવસ દરમિયાન જિમ કરવાનું ચૂકતો નથી.
આ તસવીર આદિલની છે. પરિવારના જણાવ્યા મુજબ, તે દિવસ દરમિયાન જિમ કરવાનું ચૂકતો નથી.

થોડીવાર પછી ઓફિસમાં હાજર લોકોની નજર તેના પર પડી, ત્યારે બધા તેને ઉઠાવીને નજીકના હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ડોક્ટરે આદિલને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનો મુજબ, આદિલ તેની ફિટનેસનો ખૂબ જ ધ્યાન રાખતો હતો. ઘણા દિવસથી તાવ આવતો હોવા છતાં તે રોજે જિમ જતો હતો. આ દુ:ખદ ઘટના બાદ પરિવારજનો આઘાતનો માહોલ છે.

વરૂણ ગાંધીએ ટ્વિટ કર્યું

હાર્ટ એેટેકના કારણે પહેલાં પણ આઘાતજનક મૃત્યુ થયા

ગાઝિયાબાદમાં જિમ ટ્રેનરની આવી અચાનક મોતનો આ પહેલો કિસ્સો નથી. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવથી લઈને ઘણા લોકોનું અચાનક હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયું.