તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • He Blamed The Opposition And The Media For The Damage Done To His 56 inch Image In The Last 56 Days

PM મોદીના ભાષણનું એનાલિસિસ:છેલ્લા 56 દિવસમાં તેમની 56 ઈંચવાળી ઈમેજને થયેલા નુકસાન માટે વિપક્ષ અને મીડિયાને જવાબદાર ઠરાવ્યું

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • UPA સરકારના બીજા કાર્યકાળના બે વર્ષ બાદ વૈશ્વિક રેટિંગ્સમાં ઘટાડો થયેલો, એવી જ રીતે હવે મોદી સરકાર સાથે ઈતિહાસનું જાણે પુનરાવર્તન થઈ રહ્યું છે

દેશમાં કોરોનાની બીજી લહેરની શરૂઆતથી એટલે કે છેલ્લા 56 દિવસમાં નરેન્દ્ર મોદીની 56 ઈંચવાળી ઈમેજને જેટલું નુકસાન થયું એટલું અગાઉ ક્યારે થયું નથી. આ વાતથી વાકેફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં બમણો પ્રહાર કર્યો. પહેલો પ્રહાર એ વિપક્ષ અને મીડિયા પર કે જેમણે મોદીના મતે ઈમેજ ખરાબ કરવા માટે જવાબદાર છે. બીજા પ્રહારમાં પ્રજા સાથેના સીધા સંવાદમાં ફ્રી વેક્સિન તથા 80 કરોડ લોકોને દિવાળી સુધી વિના મૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી.

સૌથી પહેલા વડાપ્રધાને મોદીએ કોવિડ મેનેજમેન્ટ અંગે પોતાની સરકારની વાત કહી. ત્યારબાદ વિપક્ષી રાજ્ય સરકારો તથા મીડિયાને દોષિત ઠરાવ્યું. PM મોદીએ કહ્યું કે પહેલી લહેરના સમયે જ્યા સુધી કેન્દ્રએ સ્થિતિ પોતાના હસ્તક રાખી ત્યાં સુધી કોરોના કાબૂમાં હતો. પણ અનેક રાજ્યો તથા મીડિયાના એક વર્ગે આવી વ્યવસ્થા સામે જાણે અભિયાન ચલાવ્યું.
ઈમેજને સુધારવી શા માટે જરૂરી છે?
મોદી સરકાર કોરોનાની બીજી લહેર અગાઉ સુધી એક મજબૂત સરકાર માનવામાં આવતી હતી. 56 ઈંચવાળી ઈમેજ ધરાવતી સરકારનો છેલ્લા 56 દિવસમાં વિશ્વાસ ડગી ગયો હતો. દેશની અંદર મોદી અને પાર્ટીની ઈમાજ ખરાબ થઈ, આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય લેવલ પર PM મોદી અને સરકારની ઈમેજને અસર થઈ. ગંગા કિનારે મૃતદેહોની તસવીરોએ દેશ પ્રત્યે વિશ્વનો દ્રષ્ટિકોણ બદલી નાંખ્યો.ત્યારબાદ સંઘ, સંગઠન તથા સરકારના લેવલ પર ઘેરું મંથન થયું. PM મોદીએ સૌની સાથે વન-ટુ-વન ચર્ચા કરી. આ મંથનથી મળેલા નિષ્કર્ષ પર સંપૂર્ણ શક્તિથી કામ કરવાની તૈયારી કરવામાં આવી છે.

આજની સ્પીચમાં કઈ મોટી વાત હતી?
18 પ્લસને કેન્દ્ર તરફથી વિના મૂલ્યે વેક્સિન તથા 80 કરોડ ગરીબોને દિવાળી સુધી વિના મૂલ્યે રાશન આપવાની જાહેરાત કરી દીધી. વેક્સિનેશન ડ્રાઈવ અને વેક્સિન અંગે વિપક્ષને ઘેર્યો. છેલ્લા 60-70 વર્ષની સ્વસ્થ્ય વ્યવસ્થાની તુલના કરી પોતાના 7 વર્ષના કાર્યકાળને વધારે સારો ગણાવ્યો. એકંદરે દરેક સારી વાતનો કેન્દ્રને આપ્યો તતા ખરાબ બાબત માટે રાજ્યોના માથે ઠીકરું ફોડ્યું. ​​​​​​​

આ સંપૂર્ણ કવાયતમાં PM મોદીની ભૂમિકા ​​​​​​​
ડેમેજ કન્ટ્રોલ માટે બનેલી રણનીતિમાં નરેન્દ્ર મોદી પોતાની સરકાર અને પક્ષ તરફતી ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકામાં રહેશે. આ સંબોધન આ ભૂમિકાનો ભાગ માનવામાં આવે છે. જે રીતે UPA સરકારના બીજા કાર્યકાળના બે વર્ષ બાદ વૈશ્વિક રેટિંગ્સમાં ઘટાડો થયો હતો એવી જ રીતે હવે મોદી સરકાર સાથે પણ ઈતિહાસનું જાણે પુનરાવર્તન થઈ રહ્યું છે.

વર્તમાન આંકડા પ્રમાણે યુનાઈટેડ નેશન્સના 193 દેશ તરફતી અપનાવવામાં આવેલા 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG)નો તાજેતરનો રેન્કિંગ છે, જેમાં ભારત 2 સ્થાન નીચે ઉતરી 117માં સ્થાન આવી ગયું છે. નેપાળ-બાંગ્લાદેશ પણ નબળી સ્થિતિમાં છે. હવે મોદીની ભૂમિકા મહત્વની છે, જે સતત પ્રજા સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. આ સંવાદ મારફતે મોદી ફરી એક વખત પ્રજાને પોતાની તરફેણમાં વાળવાનો પ્રયત્ન કર્યો છે. આ સાથે સરકાર તથા મોદી માટે બનેલી ઈમેજને બદલવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે.