તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Have You Seen An Icy Volcano ?: Hurricane Darcy Hurricane Hits UK, Affects Transport Services

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:બર્ફીલો જ્વાળામુખી જોયો છે?: ડાર્સી તોફાનથી યુકેમાં ભારે હિમવર્ષા, પરિવહન સેવાઓને અસર

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કઝાકિસ્તાનના અલ્માટી પ્રાંતમાં રહસ્યમય રીતે 45 ફૂટ ઊંચો બરફનો ટેકરો ઊભરીને બહાર આવી ગયો છે. એને બરફનો જ્વાળામુખી એટલે કે આઈસ વૉલ્કેનો પણ કહેવાય છે. કેગન અને શરગાનકના ગામ વચ્ચે બરફનાં મેદાનોમાં ઊભરેલા આ ટેકરામાંથી સતત પાણી નીકળી રહ્યું છે, જે તરત જ બરફ બની જાય છે. આ કારણસર એની ઊંચાઈ વધી રહી છે. પૂર્વમાં અસ્તાનાના નૂર સુલ્તાનમાં ચાર કલાકના અંતરે હાજર આ કુદરતી અજાયબીને જોવા માટે હાડ થિજાવતી ઠંડીમાં પણ હજારો પ્રવાસીઓ આવે છે. ગયા વર્ષે અમેરિકન લેક મિશિગનમાં પણ આવો જ એક બર્ફીલો ટેકરો બન્યો હતો, પરંતુ એની ઊંચાઈ છ ફૂટ જેટલી હતી. વિશ્વમાં પહેલીવાર ગરમ પાણીના કારણે બરફનો આટલો ઊંચો ટેકરો બન્યો છે. જમીન નીચે હલચલથી ગરમ પાણી જ્યારે સપાટી પર ફુવારાના રૂપમાં આવે, ત્યારે ઠંડી હવાથી જામી જાય છે. આ દરમિયાન લાવા નીકળવા જેવી પ્રક્રિયા થાય છે અને જ્વાળામુખી પર્વત જેવો બરફનો પર્વત બને છે. - Divya Bhaskar
કઝાકિસ્તાનના અલ્માટી પ્રાંતમાં રહસ્યમય રીતે 45 ફૂટ ઊંચો બરફનો ટેકરો ઊભરીને બહાર આવી ગયો છે. એને બરફનો જ્વાળામુખી એટલે કે આઈસ વૉલ્કેનો પણ કહેવાય છે. કેગન અને શરગાનકના ગામ વચ્ચે બરફનાં મેદાનોમાં ઊભરેલા આ ટેકરામાંથી સતત પાણી નીકળી રહ્યું છે, જે તરત જ બરફ બની જાય છે. આ કારણસર એની ઊંચાઈ વધી રહી છે. પૂર્વમાં અસ્તાનાના નૂર સુલ્તાનમાં ચાર કલાકના અંતરે હાજર આ કુદરતી અજાયબીને જોવા માટે હાડ થિજાવતી ઠંડીમાં પણ હજારો પ્રવાસીઓ આવે છે. ગયા વર્ષે અમેરિકન લેક મિશિગનમાં પણ આવો જ એક બર્ફીલો ટેકરો બન્યો હતો, પરંતુ એની ઊંચાઈ છ ફૂટ જેટલી હતી. વિશ્વમાં પહેલીવાર ગરમ પાણીના કારણે બરફનો આટલો ઊંચો ટેકરો બન્યો છે. જમીન નીચે હલચલથી ગરમ પાણી જ્યારે સપાટી પર ફુવારાના રૂપમાં આવે, ત્યારે ઠંડી હવાથી જામી જાય છે. આ દરમિયાન લાવા નીકળવા જેવી પ્રક્રિયા થાય છે અને જ્વાળામુખી પર્વત જેવો બરફનો પર્વત બને છે.

ડાર્સી તોફાનથી યુકેમાં ભારે હિમવર્ષા

ડાર્સી તોફાનથી યુકેના મોટા ભાગના પ્રદેશોને અસર થઈ છે અને મોટા પ્રમાણમાં હિમવર્ષા થઈ છે, જેને કારણે પરિવહન સેવાઓને અસર પહોંચી. લોકો ડેવિલ્સ ડાઈક ખાતે બર્ફીલા માહોલમાં મોજ માણતા પણ જોવા મળ્યા.
ડાર્સી તોફાનથી યુકેના મોટા ભાગના પ્રદેશોને અસર થઈ છે અને મોટા પ્રમાણમાં હિમવર્ષા થઈ છે, જેને કારણે પરિવહન સેવાઓને અસર પહોંચી. લોકો ડેવિલ્સ ડાઈક ખાતે બર્ફીલા માહોલમાં મોજ માણતા પણ જોવા મળ્યા.

બેલ્જિયમના એક પાર્કનો નજારો

બેલ્જિયમના એક પાર્કનો નજારો જુઓ. અહીં બરફવર્ષા થયા પછી પાર્કની કોતરણી કરેલા ઝાડપાન પર બરફ છવાઈ જતાં અનોખું જ દૃશ્ય જોવા મળતું હતું.
બેલ્જિયમના એક પાર્કનો નજારો જુઓ. અહીં બરફવર્ષા થયા પછી પાર્કની કોતરણી કરેલા ઝાડપાન પર બરફ છવાઈ જતાં અનોખું જ દૃશ્ય જોવા મળતું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો