• Gujarati News
  • National
  • Hathras Gang Rape Case Latest News Updates: In Whose Field Gange Rape Took Place With Girl The Farmer Demand Compensation To Yogi Adityanath Government In Hathras Uttar Pradesh

હાથરસ કેસ:CBIની ટીમ અલીગઢ જેલ પહોંચી, જે ખેતરમાં દુષ્કર્મ થયું હતું તેના માલિકે 50 હજારનો પાક નિષ્ફળ જતા વળતર માંગ્યું

હાથરસએક વર્ષ પહેલા
CBIની ટીમ અલીગઢ જિલ્લા જેલ પહોંચી છે. અહીંયા આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે. - Divya Bhaskar
CBIની ટીમ અલીગઢ જિલ્લા જેલ પહોંચી છે. અહીંયા આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે.
  • ખેતરના માલિકે કહ્યું, ઘટના પછી પોલીસે ન તો પાણી આપવા દીધું, ન પાક લણવા દીધો

હાથરસમાં દલિત યુવતિ સાથે કથિત ગેંગરેપના કેસમાં આરોપીઓ સાથે પૂછપરછ કરવા માટે CBIની 5-5 સભ્યોની બે ટીમ અલીગઢ પહોંચી છે. એક ટીમ જેએન મેડિકલ કોલેજમાં ડોક્ટર્સની અને બીજી ટીમ જિલ્લા જેલમાં આરોપીઓની પૂછપરછ કરી રહી છે. તો આ તરફ હાથરસમાં 19 વર્ષની દલિત યુવતી સાથે કથિત ગેંગરેપની ઘટનાને એક મહિનાથી પણ વધુનો સમય થઈ ગયો છે. સરકારના આદેશ પર 3 સભ્યની SIT તપાસ કરી ચૂકી છે. હવે CBIની તપાસ ચાલી રહી છે. આ બધાની વચ્ચે 14 સપ્ટેમ્બરે જે બાજરીના ખેતરમાં ઘટના ઘટી હતી તેના માલિકે યોગીસરકાર પાસે 50 હજાર રૂપિયાનું વળતર માગ્યું છે. ખેતરના માલિકનું કહેવું છે કે આ ઘટના પછી તેના ખેતરમાં પાણી આપવાનું બંધ કરી દેવાયું.

ખેડૂતે જણાવ્યું હતું કે પોલીસે ઘણા દિવસ સુધી પુરાવા હોવાની વાત કહેતી હતી, જેનાથી પાકની સિંચાઈ ન થઈ શકી. હવે CBIએ કહ્યું, પાક લણી શકો છો, પણ પાક ખરાબ થઈ ગયો છે. ઓછામાં ઓછા 50 હજારનું નુકસાન થયું છે, એનું વળતર આપો.

ખેતરના માલિક સોમ સિંહ.
ખેતરના માલિક સોમ સિંહ.

લોકડાઉનમાં જયપુરથી પાછો આવેલો ખેડૂત
ખેતરમાલિક સોમ સિંહે જણાવ્યું હતું કે તે જયપુરમાં નોકરી કરે છે પણ કોરોનાના કારણે તે ગામમાં પાછો આવ્યો હતો. 9 વીઘા ખેતરમાં બાજરી વાવી હતી. ઘટના પછી પોલીસે પુરાવા લેવાની વાત કહીને મારી મમ્મીને પાણી આપવાનું ના પાડી દીધું હતું. કહેવામાં આવ્યું કે જો પાકની સિંચાઈ કરવામાં આવશે તો પુરાવાનો નાશ થઈ જશે. એટલા માટે સિંચાઈ ન થઈ શકી, જેનાથી પાકમાં દાણો ન ફૂટ્યો. અમારો 6 મહિનાનો પાક છે, પણ આ ઘટના પછી મહેનત બેકાર થઈ ગઈ. અમે ખેતી અને પશુઓ પર નિર્ભર છીએ. એવામાં અમને નુકસાન થયું છે. સરકાર અમારી મદદ કરે.

ખેતરમાલિકનો ભાઈ ઘટનાનો સાક્ષી
સોમ સિંહનો નાનો ભાઈ વિક્રમ ઉર્ફે છોટુ 14 સપ્ટેમ્બરે બનેલી ઘટનાનો સાક્ષી પણ છે. તેની CBI અત્યારસુધીમાં બે વખત પૂછપરછ પણ કરી ચૂકી છે. તેણે CBIની ટીમને જણાવ્યું હતું કે જે ખેતરમાં છોકરી મળી હતી, એ તેનું જ છે. તેનું કહેવું હતું કે ઘટના વખતે તે ખેતરમાં ચારો કાપી રહ્યો હતો, ત્યારે બૂમો સંભળાઈ. હું ઘટનાસ્થળે પહોંચ્યો તો યુવતી ખેતરમાં પડી હતી. તેનાં ભાઈ અને મમ્મી બન્ને ઊભાં હતાં.

પીડિતાના પરિવારજનોને 25 લાખ રૂપિયાનું વળતર
SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયા પછી પીડિતાના પરિવારને પહેલા હપતામાં 4 લાખ 12 હજાર 500 રૂપિયા આપવામાં આવ્યા. ત્યાર પછી બીજા હપતામાં 5 લાખ 87 હજાર 500 રૂપિયા આપવામાં આવ્યા. પછીથી સરકાર તરફથી પણ 15 લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરિવારના એક સભ્યને નોકરી અને હાથરસમાં ઘરનું આશ્વાસન આપવામાં આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...