તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Haryana Farmers More Than Punjab On Kundli Tikri Border; Attempts By Mahapanchayats To Bring It Up

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાપો-મહાપંચાયતો દ્વારા બદલાયું ખેડૂત આંદોલન:કુંડલી-ટીકરી બોર્ડર પર પંજાબ કરતા વધુ હરિયાણાના ખેડુતો; મહાપંચાયતો દ્વારા તેને ઉપર લાવવાના પ્રયાસ

કુંડલી/ટિકરી બોર્ડર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફોટો હરિયાણાના બહાદુરગઢનો છે. જ્યાં ટિકરી બોર્ડર પર હરિયાણાનો ખાપોએ પોતાના મહોલ્લાઓ વસાવી લીધા છે. - Divya Bhaskar
ફોટો હરિયાણાના બહાદુરગઢનો છે. જ્યાં ટિકરી બોર્ડર પર હરિયાણાનો ખાપોએ પોતાના મહોલ્લાઓ વસાવી લીધા છે.

26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ યોજાયા બાદ સતત મળી રહેલી ખાપો અને મહાપંચાયતો બાદ ખેડૂત આંદોલનનું ચિત્ર બદલાઇ ગયું છે. જ્યાં સુધી હરિયાણાનિ ખાપ આંદોલનમાં સક્રિય ન હતું તો બોર્ડર પર પંજાબના ખેડુતો જ વધુ જોવા મળતા હતા, પરંતુ હવે કુંડલી-ટિકરી બોર્ડર પર હરિયાણાના ખેડૂતોની સંખ્યા પંજાબના ખેડૂતો કરતા વધારે થઈ ગઈ છે. ખેડૂત નેતાઓ ખાપ અને મહાપંચાયતો દ્વારા આંદોલનમાં હરિયાણાને ઉપર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ખેડૂત આંદોલનમાં હવે ખાપો અને મહાપંચાયતોનો રોલ 00 પોઇન્ટમાં સમજીએ

1. હરિયાણામાં ખેડૂત નેતા સક્રિય
હરિયાણામાં સંયુક્ત કિસાન મોરચા એક પછી એક મહાપંચાયતોનું આયોજન કરી રહ્યું છે. હરિયાણાના ભાકિયૂ પ્રમુખ ગુરનામસિંહ ચઢુની રાજયભરમાં ખેડૂત આંદોલન માટે સમર્થન મેળવી રહ્યા છે. ચઢુની વિવિધ ટોલ પ્લાઝાની મુલાકાત લઈને અવારનવાર કાર્યક્રમો કરી રહ્યો છે. ભારતીય ખેડૂત સંઘ (BKU)ના પ્રવક્તા રાકેશ ટિકૈતે હાલમાં જ જિંદ, ચરખી દાદરી અને કુરુક્ષેત્રમાં મહાપંચાયતો યોજી છે.

2. આંદોલનનો વ્યાપ વધારવાના પ્રયાસ
ખેડૂત આગેવાનો કહે છે કે મહાપંચાયતો દ્વારા આંદોલનનો વ્યાપ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એક રાજ્ય (પંજાબ) એ આંદોલનની છબી તોડી છે. એવામાં હવે હરિયાણાને જોડવાની એક મજબૂરી પણ છે. આ પહેલાની હિલચાલમાં આંદોલનમાં ખાપોની મહત્વની ભૂમિકા હતી, તેથી ખાપોને સામેલ કરવામાં આવી રહી છે.

3. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર દબાણ બનાવવા
ખેડૂત નેતાઓ ગ્રામીણ વિસ્તારોમાં મહાપંચાયત યોજીને જાજપા-ભાજપના ધારાસભ્યોને સમર્થન માટે દબાણ કરી રહ્યા છે. આ સાથે જ ભાજપ અને જજપાના કાર્યક્રમોનો મોટા સ્તર પર વિરોધ કરવામાં આવી રહ્યો છે જેથી સરકારને પાડી શકાય અને તેનાથી કેન્દ્ર પર દબાણ વધશે.

4. ખેડૂત નેતાઓ પોતાના જુથને વધારવા માગે છે
રાકેશ ટિકૈત સતત હરિયાણાની મહાપાંચાયતોમાં સક્રિય છે. હાલમાં જ તેમણે કંડેલામાં મહાપંચાયત યોજી હતી. ટિકૈતના તે પોસ્ટરો આ મહાપંચાયતોમાં વધુ દેખાય છે, જેમાં તેઓ રડ્યા હતા. ગુરનામસિંહ ચઢુની આવા બીજા નેતા છે, જે સતત મહાપંચાયતો અને ખાપોમાં જોડાઈ રહ્યા છે. ટીકૈતનિ મહાપંચાયતોમાં પણ ચઢુની જૂથના બેનરો અલગ નજરે પડે છે. બંનેનો પ્રયત્ન છે કે તેઓ પોતાના જૂથને વધારી શકે.

5. દેશભરમાં મહાપંચાયતો થશે જેથી અન્ય રાજ્યો પણ જોડાશે
હરિયાણામાં મહાપંચાયતો અને ખાપ દ્વારા અન્ય રાજ્યોને જોડવા પર પણ ધ્યાન કેન્દ્રિત છે. ચંદીગઢ અને પંજાબમાં આગામી દિવસોમાં સંયુક્ત મોરચાના સભ્ય બલબીરસિંહ રાજેવાલ સતત બેઠક કરશે. સંયુક્ત મોરચાએ નિર્ણય લીધો છે કે ટૂંક સમયમાં રાજસ્થાન, યુપી, મધ્યપ્રદેશ, બિહાર સહિત દેશભરમાં મહાપંચાયતોનું આયોજન કરીને આંદોલનને દેશભરમાં વધારવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો