• Gujarati News
  • National
  • Harish Rawat Says Captain Did Not Want Congress To Win In Next Elections; Met With Akalis, Also Under Pressure From BJP

અમરિંદર પર ફરી પ્રહાર:હરીશ રાવતે કહ્યું- કેપ્ટન આગામી ચૂંટણીમાં કોંગ્રેસ જીતે તેવું ઈચ્છતા ન હતા;અકાળીઓ સાથે મળેલા છે, ભાજપના દબાણમાં પણ છે

જાલંધર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

પંજાબ કોંગ્રેસના ઈંચાર્જ હરીશ રાવતે ફરી કેપ્ટન અમરિંદર સિંહ પર આકરા પ્રહાર કર્યાં છે. તેમણે કહ્યું કે અમરિંદરે તેમને પણ મળવા માટે સમય આપ્યો ન હતો. એટલું જ નહીં, પક્ષના ધારાસભ્યોની બેઠકમાં કેપ્ટન પંજાબના મુદ્દા ઉપરાંત બાદલોની સાઠગાંઠ અંગેની જવાબદારીથી બચવા માગતા હતા. માટે તેઓ બેઠકમાં આવ્યા નહીં અને તે અગાઉ જ રાજીનામુ આપી દીધું.

રાવતે કહ્યું કે પાર્ટી નેતૃત્વ અમરિંદરથી વિરોધમાં ન હતું. હકીકત એ છે કે અમરિંદર પંજાબની અંદર પાર્ટીની સ્થિતિને સમજવા ઈચ્છતા ન હતા. જેને લીધે તેમણે રાજીનામુ આપવા માટે મજબૂર થવું પડ્યું. તેઓ અકાલીઓ સાથે મળેલા છે અને ભાજપના પણ દબાણમાં છે.

અમરિંદર કહે, કેટલી વખત ધારાસભ્યોના પક્ષની બેઠક બોલાવી
હરીશ રાવતે કહ્યું કે મુખ્યમંત્રીની એ પણ જવાબદારી છે કે તેઓ સમયાંતરે ધારાસભ્યોના પક્ષની બેઠક બોલાવે. તેનાથી તેઓ સહયોગીઓને વિશ્વાસમાં લઈ શકે. અમરિંદર કહે કે તેમણે મુખ્યમંત્રી હતા ત્યારે કેટલી વખત ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવી હતી. હરીશ રાવતે તેને અપ્રિય પ્રસંગ ગણાવ્યો હતો.

ચંડીગઢ ગયા તો અમરિંદર મળ્યા નહીં
હરીશ રાવતે કહ્યું કે ધારાસભ્યોનો પત્ર મળ્યા બાદ તેમણે અનેક વખત અમરિંદર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ નિર્ણય લેતા પહેલા પણ તેમની સાથે વાત કરવી જોઈતી હતી. વાત ન થઈ તેવા સંજોગોમાં પક્ષના ધારાસભ્યની બેઠક બોલાવવા ઉપરાંત અન્ય કોઈ માર્ગ બચ્યો ન હતો. પક્ષના ધારાસભ્યની બેઠક અગાઉ પણ અમરિંદર સાથે મુલાકાત કરવા ઈચ્છતા હતા, જોકે તેમણે જવાબ આપ્યો નહીં. ત્યારે આ માલુમ થયું કે તેઓ 4 વાગે રાજીનામુ આપી રહ્યા છે.

પ્રશ્નોથી બચવા માટે પોતે બેઠકમાં ન આવ્યા
રાવતે કહ્યું કે અમરિંદરે સોનિયાને આ અંગેના નિર્ણય અંગે જાણકારી આપી હતી. જોકે પાર્ટીએ આમ નહીં કરવા કહ્યું હતું. અમરિંદર જાણતા હતા કે પક્ષના ધારાસભ્યની બેઠકમાં ગયા હોત તો તેમણે શ્રી ગુરુગ્રંથ સાહિબની બેઅદબી, સફેદપોશ ડ્રગ્સ માફિયા સામે કાર્યવાહી નહીં કરવા, પંજાબના હિત સામે કરવામાં આવેલ વીજળી સમજૂતી તથા બાદલોની બસોના પરમિટ કેન્સલ કરવા તથા કેપ્ટનના બાદલ પરિવાર સાથે સાઠગાંઠ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોત.

અમરિંદર પક્ષની જીત થાય તેમ ઈચ્ચતા ન હતા
હરીશ રાવતે કહ્યું કે અમરિંદર સામે પંજાબમાં સંપૂર્ણ માહોલ તૈયાર થયો હતો. તેઓ હાઈકમાન્ડના કહેવા પ્રમાણે કામ કરતા ન હતા. ધારાસભ્યોનું માનવું હતું કે અમરિંદર આગામી ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવી શકે તેમ ન હતા.તેમને આશંકા હતી કે કેપ્ટન અકાલીઓ સાથે મળેલા છે અને ભાજપના દબાણમાં છે. ​​​​​​​

અપમાનિત થયાની વાત શાહ સાથેની મુલાકાત બાદ સામે આવી
હરીશ રાવતે કહ્યું કે કોંગ્રેસમાં અપમાનિત થઈ CMની ખુરશી છોડવાની અમરિંદર સિંહની વાત ગૃહમંત્રી શાહ સાથે મુલાકાત બાદ સામે આવી. જોકે કેપ્ટને રાજીનામુ આપ્યા બાદ આ વાત કહી હતી કે બે વખત દિલ્હી અને ત્રીજી વખત ચંડીગઢમાં પક્ષના ધારાસભ્યોની બેઠક બોલાવીને તેમનું અપમાન કરવામાં આવ્યું. હવે કેપ્ટન કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી ચુક્યા છે.