સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો હાર્દિક:પંડ્યાએ મેદાન પર રોહિત શર્માને ગાળ આપી? વાઈરલ થયો વીડિયો, જાણો હકીકત

નવી દિલ્હી3 મહિનો પહેલા

હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે મેચ દરમિયાન કેપ્ટન રોહિત શર્માને ગાળ આપી હતી. હાર્દિકને લઈને અલગ-અલગ ટ્રેન્ડ પણ ચલાવવામાં આવી રહ્યાં છે. ઈંગ્લેન્ડની વિરુદ્ધની ટી-20 સિરિઝને ટીમ ઈન્ડિયા પહેલેથી જ તેના નામે કરી ચૂકી છે. ત્રણ મેચની સિરિઝમાં ભારત 2-0થી આગળ હતું અને ત્રીજી મેચ રવિવારે રમાઈ હતી. જોકે એજબેસ્ટનમાં રમાયેલી બીજી ટી-20 મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લઈને એક દાવો કરવામાં આવી રહ્યો છે.

રોહિત શર્માનો ગાળ આપવાનો વીડિયો વાઈરલ
વાઈરલ વીડિયોને લઈને કહેવામાં આવી રહ્યું છે કે બીજી ટી-20માં જ્યારે ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ ચાલી રહી હતી, તે સમયે હાર્દિક પંડ્યાએ કેપ્ટન રોહિત શર્માને ગોળી આપી છે. હાર્દિક પંડ્યાનો અવાજ સ્ટમ્પ માઈકમાંથી સંભળાઈ રહ્યો છે, જેમાંથી તે અપશબ્દનો પ્રયોગ કરી રહ્યાં છે. જોકે માત્ર 10થી 15 સેકન્ડના આ વીડિયોમાં સંપૂર્ણ કહાનીનો ખ્યાલ આવી રહ્યો નથી. જોકે આ વીડિયો ટ્વિટર પર સતત વાઈરલ થઈ રહ્યો છે અને ઘણા પ્રકારના ટ્રેન્ડ હાર્દિક પંડ્યાને લઈને ચલાવવામાં આવી રહ્યાં છે. જેમાં ટ્વિટર યુઝર્સે લખ્યું છે કે હાર્દિક પંડ્યાએ રોહિત શર્માને ગાળો આપી છે, સાથે જ હાર્દિક પંડ્યા પર ધમંડી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

આ છે હકીકત
જોકે આ વીડિયોની સંપૂર્ણ કહાની જાણીએ તો જે દાવો કરવામાં આવી રહ્યો છે, તે તદન અલગ છે. સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ વિક્રાંત ગુપ્તાએ વીડિયોની પાછળની કહાની જણાવતા કહ્યું છે કે હાર્દિકે રોહિતને ગાળ આપી જ નથી. તે સમયે ડીઆરએસને લઈને વાત થઈ રહી હતી. જેમાં હાર્દિક બોલી રહ્યો હતો કે ડીઆરએસના સમયે મારી વાત સાંભળો, કારણ કે હું બોલિંગ કરી રહ્યો હતો. હાર્દિક પંડ્યા તાજેતરમાં જ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. ટી-20 વર્લ્ડકપ 2021 પછીથી તે ટીમની બહાર હતો, જોકે આઈપીએલમાં શાનદાન પ્રદર્શન કર્યા પછીથી તે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો અને સતત સારુ પરફોર્મન્સ કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...