• Gujarati News
  • National
  • Hardcore Terrorists Shift From Jammu And Kashmir To Other States' Jails, First Group Of 26 Terrorists Leaves For Agra

આતંકીઓ વિરૂદ્ધ ગાળિયો મજબૂત:જમ્મુ કાશ્મીરમાંથી હાર્ડકોર આતંકીઓની બીજા રાજ્યોની જેલમાં શિફ્ટિંગ શરૂ, 26 આતંકીઓનું પહેલું ગ્રુપ આગ્રા રવાના

જમ્મુએક મહિનો પહેલા

જમ્મુ કાશ્મીરમાં અચનાક વધી ગયેલી આતંકી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવાનું શરૂ થઈ ગયું છે. જે અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશની જેલમાં બંધ એ અને બી કેટેગરીના હાર્ડકોર આતંકીઓને બીજા રાજ્યોની જેલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે.

કાશ્મીર વેલીમાં અલગ-અલગ સેન્ટ્રલ જેલમાં બંધ 26 આતંકીઓનું પહેલું ગ્રુપ શુક્રવારે જ ઉત્તર પ્રદેશની આગ્રા સેન્ટ્રલ જેલ માટે રવાના કરી દેવાયા છે.

ANIના રિપોર્ટ મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારે આ આતંકીઓને શિફ્ટ કરવાનો આદેશ જમ્મુ એન્ડ કાશ્મીર પબ્લિક સેફ્ટી એક્ટ-1978ની કલમ 10(બી) અંતર્ગત જાહેર કરાયા છે.

100 આતંકીઓના નામ છે લિસ્ટમાં
ઉચ્ચ પદસ્થ સૂત્રોના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરની જેલમાં બંધ એવા 100 આતંકીઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં સુરક્ષા દળ દ્વારા તૈયાર કરવામાં આવેલા એ અને બી કેટેગરીના આતંકીઓ સામેલ છે. આ આતંકી જેલમાં રહીને પણ બહાર પોતાના સ્લીપર સેલની સાથે લિંક જોડાયેલા છે.

સૂત્રોનું કહેવું છે કે જો આતંકી ઘટનાઓને જેલમાં આવા જ આતંકીઓએ અપરોક્ષ રીતે સ્લીપર સેલની મદદથી પાર પાડ્યા છે. કે આવા મિશન પર રહેલા આતંકીઓની મદદ પોતાના સ્લીપર સેલથી કરી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 30 આતંકી એ કેટેગરીમાં જ્યારે 70 આતંકી બી કેટેગરીમાં છે. સુરક્ષાદળોએ આ લોકો જેલમાંથી ભાગી શકે છે તેવો ખતરો વ્યક્ત કર્યો હતો.

26 આતંકીઓને ચાર્ટર્ડ પ્લેનથી રવાના કર્યા
સૂત્રોનું કહેવું છે કે આ 100 આતંકીઓની યાદીમાં સૌથી પહેલાં 26 આતંકીઓને બીજા રાજ્યોની જેલમાં મોકલવામાં આવી રહ્યાં છે. આ 26 આતંકી કાશ્મીરની જેલમાં બંધ હતા, જ્યાંથી તેઓને કાઢીને હાઈ સિક્યોરિટી વચ્ચે શ્રીનગર એરપોર્ટ પહોંચાડવામાં આવ્યા. જે બાદ ત્યાંથી આ આતંકીઓને ચાર્ટર્ડ પ્લેનની મદદથી આગ્રા મોકલવામાં આવી રહ્યાં છે.

જમ્મુમાં કરાયું હાઈ સિક્યોરિટી રિવ્યૂ કરાયું
જમ્મુમાં સેનાની વ્હાઈટ નાઈટ કોર્પ્સના જીઓસી લેફટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમારના નેતૃત્વમાં એક હાઈ સિક્યોરિટી રિવ્યૂ કરાયું. જેમાં સીઆઈએફ(ડી), જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના એડીજી અને આઈબી તેમજ બીએસએફના ડીઆઈજી સહિત અનેક પોલીસ તેમજ સેનાના અધિકારીઓ સામેલ હતા.

આ બેઠકમાં હાલમાં થયેલી ઘટનાઓ પર ચર્ચા કરવામાં આવી. સાથે જ તમામ સુરક્ષા દળોની વચ્ચે અંદરોદરના તાળમેળની સમીક્ષા પણ કરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...