દિલ્હી પોલીસની FIRમાં હિંસાની કહાની:જામા મસ્જિદ પાસે હનુમાન જયંતીની શોભાયાત્રાને અટકાવવામાં આવી હતી, બોલાચાલી બાદ હિંસા ફાટી નીકળી હતી

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પથ્થરમારામાં 7 પોલીસકર્મી અને એક નાગરિકને ગંભીર ઈજા

દિલ્હી પોલીસે જહાંગીરપુરમાં હનુમાન જયંતીની શોભાયાત્રા પરના હુમલા સામે FIR નોંધી છે. FIRમાં પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી રાજીવ રંજન સિંહ દ્વારા કહેવામાં આવેલી કહાની જણાવવામાં આવી છે. તેમના કહેવા પ્રમાણે, શોભાયાત્રા જામા મસ્જિદ પાસે પહોંચતાની સાથે જ કેટલાક લોકોએ બોલાચાલી કરવાનું શરૂ કર્યું હતું. વિવાદ એટલો વધી ગયો કે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો, ત્યારબાદ હિંસા ફાટી નીકળી હતી.

બોલાચાલી બાદ પથ્થરમારો શરૂ થયો હતો
FIRમાં કહેવામાં આવ્યું છે કે - પોલીસ સ્ટેશન જહાંગીરપુરીના વિસ્તારમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી. શનિવારે સાંજે 04:15 વાગે શોભાયાત્રા જહાંગીરપુરીથી શરૂ થઈ, જે BJRM હોસ્પિટલ રોડ, BC માર્કેટ, કુશલ ચોક થઇ મહેન્દ્ર પાર્ક ખાતે સમાપ્ત થવાની હતી. શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થઈ રહી હતી.

સાંજે લગભગ 6 વાગ્યે શોભાયાત્રા જામા મસ્જિદ પાસે પહોંચતા જ અંસાર નામનો એક વ્યક્તિ તેના 4-5 સાથીઓ સાથે આવ્યો અને શોભાયાત્રામાં સામેલ લોકો સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. ઉગ્ર બોલાચાલી બાદ બંને પક્ષે પથ્થરમારો શરૂ થયો હતો, જેના કારણે શોભાયાત્રામાં નાસભાગ મચી ગઈ હતી.

પોલીસ સમજાવતી રહી, લોકો પથ્થરમારો કરતા રહ્યા
હોબાળો થયાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પથ્થરમારો બંધ કરવા અને શાંતિ જાળવવાની અપીલ કરતા બંને પક્ષોને સમજાવીને અલગ કર્યા હતા. થોડીવાર પછી અચાનક જ બંને પક્ષો તરફથી ફરીથી સૂત્રોચ્ચાર અને પથ્થરમારો શરૂ થઈ ગયો. સ્થિતિ બગડતી જોઈને વધું પોલીસ ફોર્સને બોલાવવામાં આવી હતી.

ટીયર ગેસના શેલ છોડીને પરિસ્થિતિને કાબુમાં લીધી
પોલીસ દ્વારા વારંવારની અપીલ કરવા છતાં એક પક્ષે પથ્થરમારો ચાલુ રાખ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે 40-50 ટીયર ગેસના શેલ છોડ્યા જેથી ભીડને વિખેરી શકાય. ટોળા દ્વારા પણ પોલીસ પર ફાયરિંગ અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન જહાંગીરપુરીના SI મેદાલાલને ડાબા હાથમાં ગોળી વાગી હતી. પથ્થરમારામાં 6-7 પોલીસકર્મીઓ અને એક નાગરિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

તોફાનીઓએ એક સ્કૂટીને આગ ચાંપી દીધી હતી અને 4-5 વાહનોમાં તોડફોડ કરી હતી. તોફાનીઓએ માત્ર શાભાયાત્રા પર જ નહીં, ખાનગી સંપત્તિ પર પણ હુમલો કર્યો હતો અને સળગાવી હતી. FIR નોંધાવનાર સબ-ઈન્સ્પેક્ટર રાજીવ રંજને કહ્યું કે હિંસામાં તેઓ પણ ઘાયલ થયા હતા.

સ્થળ પરથી પથ્થરો, બોટલો અને તોડફોડ કરાયેલા વાહનો મળી આવ્યા
તપાસ અધિકારી જહાંગીરપુરી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર રાજેશે જણાવ્યું કે જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા તો ત્યાં પથ્થરો, તૂટેલી બોટલો, ક્ષતિગ્રસ્ત વાહનો પડ્યા હતા. લોકો સાથેની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે હોબાળામાં ઘણા લોકો ઘાયલ થયા છે, જેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...