દિલ્હીના રોજૌરી ગ્રાર્ડન વિસ્તારમાં હોર્ન વગાડવાની બાબતમાં બે પક્ષો વચ્ચે ઝઘડો થઇ ગયો. ગુસ્સામાં આવી કારસવાર યુવકે એક વ્યક્તિને ટક્કર મારી દીધી. ત્યાર બાદ તેણે યુવકને બોનેટ પર અડધા કિમી. સુધી ખેંચી ગયો. આ ઘટનાનો વીડિયો ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. આરોપીની ઓળખ ઇશાંતના રૂપમાં થઇ છે. પોલીસે તેને એરેસ્ટ કરી લીધો છે અને આગળની પૂછપરછ કરી રહી છે.
3 વાર હોર્ન વગાડવાથી આરોપી ગુસ્સે ભરાયો
આ ઘટના ગુરુવારે બપોરની છે, પરંતુ આનો વીડિયો શનિવારે વાઇરલ થયો. પ્રોપર્ટી ડીલર જયપ્રકાશ પોતાના મિત્ર હરવિંદર કોહલીને મળવા રાજા ગાર્ડન જઇ રહ્યા હતા. તેમની કારની આગળ એક સ્વિફ્ટ ડિઝાયર ઊભી હતી, જેમાં ઇશાંત હતો. જયપ્રકાશે ત્રણ વાર હોર્ન વગાડ્યું અને આગળ જવાનો રસ્તો માગ્યો, પરંતુ આગળ ઊભેલી કારે તેને રસ્તો ન આપ્યો.
જયપ્રકાશે પોતાની ગાડી રિવર્સ કરી અને સાઇડથી થઇને આગળ નીકળી ગયા. આ જોઇને ઇશાંત ગુસ્સામાં આવી ગયો અને જયપ્રકાશનો પીછો કરવા લાગ્યો. થોડા સમય પછી તેણે પોતાની કાર જયપ્રકાશની ગાડીની આગળ લગાવી દીધી. નીચે ઊતરીને ઝઘડો કરવા લાગ્યો અને જયપ્રકાશ પર હાથ ઉગામ્યો.
સમાધાન કરવા ગયેલા યુવકની સાથે આરોપીએ મારપીટ કરી
ઝઘડો થતા જોઇને સ્થળ પર ભીડ જમા થઇ ગઇ. ત્યારે જયપ્રકાશનો મિત્ર હરવિંદર કોહલી પણ ત્યાં પહોંચ્યો. તેણે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો તો આરોપીએ હરવિંદરની સાથે મારપીટ કરી. લોકોના સમજાવવા પછી ઝઘડાનું સમાધાન થઇ ગયું.
પિતાના કહેવા પર આરોપીએ સમાધાન કરનારને ગાડીથી ઉડાડ્યો
મામલો થાળે પડ્યા બાદ આરોપીના પિતાએ કહ્યું કે જેણે સમાધાન કર્યું છે, તેને કારથી ઉડાડી દો. ત્યાર બાદ આરોપી ઇશાંતે હરવિંદરને ટક્કર મારી. જીવ બચાવવા માટે હરવિંદર બોનેટ પર ચડી ગયો અને વાઇપર પકડી લીધા.
એ દરમિયાન આરોપીએ કાર ન રોકી, પરંતુ કારની સ્પીડ વધુ વધારી દીધી. ઇશાંત યુવકને લગભગ અડધો કિમી. સુધી ખેંચી ગયો. આ જોઇને કેટલાક બાઇક સવારોએ ઓવરટેક કરી ઇશાનને કાર રોકવા માટે મજબૂર કર્યો. પોતાને ફસાતો જોઇને આરોપીએ કારને ઓચિંતી બ્રેક મારી. હરવિંદર નીચે પડી ગયો. મોકો જોઇને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.