• Gujarati News
  • National
  • Hanging Bridge Collapses In Karibganj, 30 Students Returning From School Reportedly Fell Into River

આસામમાં દૂર્ઘટના:કરીબગંજમાં હેન્ગિગ બ્રિજ તૂટ્યો, ઘટનામાં સ્કૂલથી પરત ફરી રહેલા 30 વિદ્યાર્થીઓ નદીમાં પડ્યા, ઘણાં ઘાયલ

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
બ્રીજ તૂટી પડતાં હાજર લોકોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું - Divya Bhaskar
બ્રીજ તૂટી પડતાં હાજર લોકોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું

આસામના કરીમગંજ જિલ્લામાં હેન્ગિગ બ્રીજ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. આ દૂર્ઘટનામાં આશરે 30 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. જાણકારી અનુસાર હેન્ગિગ બ્રિજ આસામની સિંગલા નદીની ઉપર બન્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી ત્યાના રહેવાસી આ પુલનો ઉપયોગ કરતા હતાં.

સોમવારે ચેરાગી વિદ્યાપીઠ હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતાં. વિદ્યાર્થીઓ પુલ પાર કરી રહ્યા હતા ત્યારે પૂલ અચાનક તૂટી જતા વિદ્યાર્થીઓ નદીમાં પડ્યા હતા. આ બ્રિજને તૂટતો જોઈ ત્યા હાજર લોકોએ તાત્કાલીક નદીમાં કૂદીને વિદ્યાર્થીઓનો જીવ બચાવ્યો છે.

ત્રણ વર્ષ પહેલા જ પૂલનું નિર્માણ થયુ હતું
આ ઘટનામાં ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓના ઈજાગ્રસ્ત હોવાના રિપોર્ટ છે. સારવાર માટે વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગ્રામીણોએ જણાવ્યું કે ક્રોસિંગ માટે બ્રિજને ત્રણ વર્ષ પહેલા જ બનાવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...