તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છત્તીસગઢમાં મહિલા જજની આત્મહત્યા:સરકારી બંગલામાં સાડીનો ફંદો બનાવીને ફાંસી લગાવી, સ્યૂસાઈડ નોટ મળી નથી

મુંગેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ન્યાયાધીશ કાંતા માર્ટિન 55 વર્ષના હતા. ન્યાયિક જાગૃતિ માટે પણ તેઓએ સતત કામ કરતા હતા. - ફાઇલ ફોટો. - Divya Bhaskar
ન્યાયાધીશ કાંતા માર્ટિન 55 વર્ષના હતા. ન્યાયિક જાગૃતિ માટે પણ તેઓએ સતત કામ કરતા હતા. - ફાઇલ ફોટો.

છત્તીસગઢના મુંગેલીમાં તૈનાત જિલ્લા સત્ર ન્યાયાધીશ કાંતા માર્ટિને (55 વર્ષ) રવિવારના રોજ સાડીનો ફંદો બનાવીને ફાંસી લગાવી લીધી હતી. પોલીસે જજના સરકારી બંગલાનો દરવાજો તોડીને મૃતદેહને બહાર નિકાળ્યો હતો. અત્યારે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે, જજે પોતાનો જીવ કેમ લીધો? મુંગેલીના એસપી અરવિંદ કુજુરે જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી અનુસાર જજ કાંતા માર્ટિન એકલા રહેતા હતા. એકલતાને કારણે તે હતાશામાં હતા.

કહેવાય છે કે, જજ માર્ટિને એકલાપણાથી કંટાળીને જજે આ પગલું ભર્યુ હોવાનું હાલ માનવામા આવે છે. ઘટનાસ્થળે કોઈ સ્યૂસાઈડ નોટ મળી આવી નથી. તેઓ મધ્યપ્રદેશના કટનીના રહેવાસી હતા.

કૂક બંગલે પહોંચ્યો તો દરવાજો બંધ હતો
રવિવારે સવારે 9 વાગ્યાની આસપાસ માર્ટિનનો કૂક તેમના બંગલા પર પહોંચ્યો હતો. દરવાજો લોક હોવાથી તે લાંબા સમય સુધી બેલ વગાડતો રહ્યો. તેમણે કાંતા માર્ટિનને ફોન પણ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારબાદ તેણે આજુબાજુમાં રહેતા અન્ય કોર્ટ અધિકારીઓને જાણ કરી. માહિતી મળતાં એસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે ટોર્ચની મદદથી બારીમાંથી જોયું તો જજનું શબ ટિંગાઈ રહ્યુ હતું. ત્યાર બાદ પોલીસને જાણ કરી, તો તેઓ દરવાજો તોડી અંદર ગયા, અને શબને બહાર નિકાળ્યું હતું.

પતિની મોત થઇ, દીકરાઓ અન્ય શહેરોમાં રહે છે
પોલીસે જણાવ્યું કે ન્યાયાધીશ કાંતા માર્ટિનના પતિનું દોઢ વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેમના બે પુત્રો રાયપુર અને દિલ્હીમાં રહે છે. માર્ટિન જુલાઈ 2019થી મુંગેલી જિલ્લાના જિલ્લા અને સેશન્સ જજ હતા. તે મધ્યપ્રદેશના કટનીની રહેવાસી હતી. પોલીસે તેમના પુત્રોને ઘટનાની જાણ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો