• Gujarati News
  • National
  • Had Been Together For 4 Years, Followed People Who Were Going To Be Buried, Sat By The Dead Peacock For Hours

મોરના મોતથી સાથી મોર દુઃખી:ચાર વર્ષથી સાથે હતા, કલાકો સુધી મૃત મોર પાસે બેસી રહ્યો, લોકો દફનાવવા ગયા તો પાછળ પાછળ ગયો

13 દિવસ પહેલા

બે મોર વચ્ચેની મિત્રતા અને તેમનો પ્રેમ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ચાર વર્ષ જોડે રહ્યા બાદ એક મોરનું મૃત્યું થયું. તેના સાથીના મૃત્યુ બાદ, જ્યારે મૃત મોરને લોકો દફનાવવા જઈ રહ્યા હતા ત્યારે મોર તેમની પાછળ ચાલતો રહ્યો. લોકોએ તેનો વીડિયો બનાવ્યો.

હકીકતમાં, નાગૌરના કુચેરા વિસ્તારના થાલા ધાનીમાં બે દિવસ પહેલા એક 8 વર્ષના મોરનું મોત થયું હતું. જ્યારે સાથીનું મૃત્યુ થયું, ત્યારે બીજો મોર ઉદાસ અને અસ્વસ્થ થઈ ગયો. તે લગભગ 3 કલાક તેની બાજુમાં બેઠો રહ્યો. આટલું જ નહીં, જ્યારે મૃત મોરને દફનાવવા માટે ખેતરમાં લઈ જવામાં આવ્યો ત્યારે તે પણ સાથે ગયો અને કલાકો સુધી ત્યાં બેસી રહ્યો.

વન અને વન્યજીવ સંરક્ષણના જિલ્લા ઉપાધ્યક્ષ રામસ્વરૂપ બિશ્નોઈએ જણાવ્યું કે તેમના ખેતરમાં વિવિધ જીવો ફરે છે. તેમની વચ્ચે આ મોર પરિવારના સભ્ય જેવા હતા. જ્યારે પણ તેઓ ભોજન લેતા, મોર પણ સાથે સવારે અને સાંજે ભોજન લેતો હતો. અને જો ક્યારે તેઓ બહાર જાય અથવા જમવા ન મળે તો મોર બાળકની જેમ ગુસ્સે થઈ જતા હતા. મોર આટલા નારાજ રહેતા હતા કે જમતા પણ નહોતા પછી તેમને મનવવું પડતું હતું.

અન્ય સમાચારો પણ છે...