કેજરીવાલનું ઓટો પોલિટિક્સની હકીકત:પોતાના જ પક્ષના કાર્યકર્તાના ઘરે ભોજન લીધું, ઓટોચાલકના ભાઈએ કર્યો ખુલાસો

લુધિયાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાત્રી ભોજન માટે લુધિયાણામાં ઓટોચાલકના ઘરે પહોંચ્યા હતા. કેજરીવાલ ઓટોમાં બેસીને ઓટોચાલકના ઘરે પહોંચ્યા. જોકે કેજરીવાલની ઓટો પોલિટીક્સની હકીકત પણ સામે આવી છે. હકીકતમાં જે ઓટોચાલકે કેજરીવાલને ભોજન માટે બોલાવ્યા હતા તે આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર્તાનો ભાઈ છે.

ઓટોચાલક દિલીપ કુમાર તિવારીના ઘરે ભોજન લઈ રહેલા કેજરીવાલ. સાથે ભગવંત માન અને હરપાલ સિંહ ચીમા પણ ઉપસ્થિત હતા
ઓટોચાલક દિલીપ કુમાર તિવારીના ઘરે ભોજન લઈ રહેલા કેજરીવાલ. સાથે ભગવંત માન અને હરપાલ સિંહ ચીમા પણ ઉપસ્થિત હતા

AAPના પંજાબ એકમે સોમવારે લુધિયાણાના પંજાબી ભવનમાં અરવિંદ કેજરીવાલની ટેક્સિ અને ઓટો ચાલકો સાથે બેઠક યોજી હતી. મીટિંગમાં ઓટોચાલક દિલીપ કુમાર તિવારીએ કેજરીવાલને કહ્યું કે, સર તમે ઓટો સંચાલકો માટે ઘણુ સારું કરી રહ્યા છો. હું ઈચ્છું છું કે તમે મારા ઘરે ભોજન માટે આવો. આ અંગે કેજરીવાલે કહ્યું શું આજ રાત્રે જ આવું? ભગવાન માન અને હરપાલ સિંહ ચીમાને લઈ આઉં. આ અંગે દિલીપે કહ્યું-બિલકુલ. હુ તમને ઓટોમાં જ લઈ જવા ઈચ્છું છું.

લુધિયાણામાં સોમવારે સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપતા લુધિયાણાના ઓટોચાલક દિલીપ કુમાર તિવારી
લુધિયાણામાં સોમવારે સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપતા લુધિયાણાના ઓટોચાલક દિલીપ કુમાર તિવારી

ભાઈએ કહ્યું-હું લાંબા સમયથી AAP સાથે જોડાયેલો છું
કેજરીવાલને ભોજન માટે આમંત્રણ આપનાર દિલીપ કુમાર ઉત્તર પ્રદેશના બારાબંકીનો રહેવાસી છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે. તેના ભાઈ મહેન્દ્ર કુમાર તિવારીએ ભાસ્કરને જણાવ્યું કે તે ઘણા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ છું અને સતત પાર્ટીને કાર્યક્રમોમાં જતો રહ્યો છું. દિલીપ પણ પાર્ટીના એવા કાર્યક્રમોમાં જતા રહ્યા છે.

કેજરીવાલ, માન અને ચીમા ઓટો ચાલક દિલીપ કુમાર તિવારીની ઓટોથી તેમના ઘરે પહોંચ્યા
કેજરીવાલ, માન અને ચીમા ઓટો ચાલક દિલીપ કુમાર તિવારીની ઓટોથી તેમના ઘરે પહોંચ્યા

ભોજન બાદ કહ્યું- જે પ્રમાણે હું ભોજન કરું છું, એવો જ સ્વાદ હતો
જોકે કેજરીવાલે આ ઓટો પોલિટીક્સની સચ્ચાઈ એવા સમયે ખુલ્લીને સામે આવી ગઈ કે જ્યારે તેમણે ઓટો ચાલક દિલીપના ઘરેથી નિકળતી વખતે ભોજનની પ્રશંસા કરી હતી. કેજરીવાલે કહ્યું કે ભોજન સ્વાદિષ્ટ હતું. હું મરચા વગરનું ભોજન લઉં છું અને તે એ પ્રમાણે જ હતું. ​​​​​​​

ભોજન બાદ ઓટો ચાલકના ઘરની બહાર મીડિયા સાથે વાતચીત કરતા કેજરીવાલ
ભોજન બાદ ઓટો ચાલકના ઘરની બહાર મીડિયા સાથે વાતચીત કરતા કેજરીવાલ

ઓટોવાળાએ કહી પોતાની સમસ્યા
આ બેઠકમાં લુધિયાણાની વિવિધ ઓટો અને ટેક્સિ યુનિયનોના અધિકારીઓ, સભ્યો તથા ડ્રાઈવર્સને બોલાવવામાં આવ્યા. મીટિંગમાં સેંકડો ઓટો અને ટેક્સિવાળા પહોંચ્યા. મીટિંગમાં ઓટો અને ટેક્સિવાળાએ તેમની સમસ્યાઓ રજૂ કરી અને કહ્યું કે પંજાબમાં RTA, ટ્રાફિક પોલીસ તથા પંજાબ પોલીસ તેમને પરેશાન કરે છે.