તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Gypsy Killed Three Times While Riding Rear Tire, Accident During Riding Practice In Bhopal

LIVE વીડિયો:પાછળનું ટાયર નીકળી જતાં જીપ્સી ત્રણ ગોથા મારી ગઈ, ભોપાલમાં રાઈડિંગ પ્રેક્ટિસ સમયે દુર્ઘટના

3 મહિનો પહેલા

ભોપાલની સૈફિયા કૉલેજમાં રાઈડિંગ પ્રેક્ટિસ સમયે દુર્ઘટના સર્જાઈ છે. અહીં પાછળનું ટાયર નીકળી જતાં જીપ્સી રમકડાંની જેમ પલટી મારી ગઈ. જીપ્સી 70ની સ્પીડે આવતી હોય છે ત્યારે અચાનક ટાયર નીકળી જાય છે અને એક પછી એક એમ ત્રણ પલટી મારી જાય છે. આ દુર્ઘટનામાં સીટ બેલ્ટ બાંધ્યા વગર રાઈડરની પાસે બેસેલ એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. જો કે, આ અકસ્માતમાં જીપ્સી ડ્રાઈવરનો વાળ પણ વાંકો થયો નહીં. મહત્ત્વનું છે કે, કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી રાઈડિંગ ચેમ્પિયનશિપ બંધ હતી. પરંતુ અનલોક થતાં પહેલી જ વખત રાઈડર્સનું ગ્રૂપ પ્રેક્ટિસ માટે મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...