સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે જ્ઞાનવાપી કેસમાં સુનાવણી થઈ હતી. 5 મિનિટ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલો સાંભળ્યા પછી કોર્ટે ઓર્ડર જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કડક આદેશ આપ્યો છે કે, વારાણસી લોઅર કોર્ટ કાલ સુધી કોઈ આદેશ જાહેર નહીં કરે.
સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ દેસમાં રોજ સુનાવણી થઈ રહી છે અને રોજ નવા આદેશ આપવામાં આવે છે. કોર્ટે કહ્યું છે કે, અમે કડક આદેશ આપી રહ્યા છીએ. કોર્ટમાં શુક્રવારે બપોરે 3 વાગે સુનાવણી થશે.
જસ્ટિસ ડિવાય ચંદ્રચુડ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચ સુનાવણી કરશે. મુસ્લિમ પક્ષે અરજી દાખલ કરી પ્લેસેસ ઓફ વર્શિવ 1991 એક્ટની દલીલ કરીને દરેક કાર્ય પર રોક લગાવવાની માંગણી કરી છે.
આ મુદ્દે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે અરજી સાંભળતા જ 3 મહત્વની વાત કહી હતી.
1. શિવલિંગના દાવા વાળી જગ્યાને સુરક્ષીત કરવામાં આવે. 2. મુસ્લિમોને નમાઝ પઢતા ના રોકવામાં આવે. 3. માત્ર 20 લોકોને નમાઝ પઢવા દેવાનો ઓર્ડર હવે લાગુ નહીં.
એફિડેવિટ દાખલ નથી કરી, વધુ સમયની માંગણી કરી
હિન્દુ પક્ષના વકિલ વિષ્ણુ જૈને કહ્યું કે, અમે હજી એફિડેવિટ દાખલ નથી કરી. અમે કોર્ટ પર વધારાનો સમય માંગ્યો છે. સરવેમાં હજી નવી નવી વાતો સામે આવી રહી તેથી અમે દરેક અપડેટ સાથે સુનાવણીમાં જઈશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.