વારાણસીમાં 14થી 16 મે વચ્ચે શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપીમાં થયેલા સરવેનો રિપોર્ટ આજે સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં દાખલ કરી દેવામાં આવ્યો છે. 8 પેજનો રિપોર્ટ એડ્વોકેટ કમિશનર વિશાલ સિંહે દાખલ કર્યો છે. રિપોર્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, મુસ્લિમ પક્ષ જેને ફુવારો કહે છે, તેમાં પાઈપ ઘુસાડવાની પણ જગ્યા જ નથી.
હિન્દુ પક્ષકારોએ મુંશી એઝાઝને ફુવારો ચાલુ કરીને બતાવવા કહ્યું હતું. પરંતુ મુંશી એઝાઝ ફુવારો ચાલુ કરી શક્યા નહતા. બેઝમેન્ટમાં કુવાનો ઉલ્લેખ કર્યો છે. 3 ફૂટ ઉંડો પાણીથી ભરેલો કુંડ મળ્યો છે. 2.5 ફૂટ ઉંચી ગોળાકાર આકૃતિનો આકાર શિવલિંગ જેવી આકૃતિની ઉપર અલગથી સફેદ કલરનો પથ્થર લગાવેલો છે.
મુખ્ય ગુંબજની નીચે દક્ષિણી સ્તંભ પર સ્વસ્તિક ચિન્હ મળ્યું છે. મસ્જિદના પ્રથમ ગેટની પાસે ત્રણ ડમરુના ચિન્હ મળ્યા છે. ઉત્તર-પશ્ચિમ દિશામાં 15*15 ફૂટનું એક ભોંયરું મળ્યું છે. તેના ઉપર કાટમાળ પડ્યો હતો. ત્યાં પથ્થરો પર મંદિર જેવી કલાકૃતિઓ જોવા મળી હતી.
સરવે રિપોર્ટની મોટી વાતો
વિશાલ સિંહે કહ્યું- સરવે પૂરો નથી, ચાલુ રાખવો જોઈએ
આ બધી વાતો એડ્વોકેટ કમિશનર વિશાલ સિંહના 8 પેજના રિપોર્ટમાં છે. વિશાલ સિંહે 14થી 16 મે દરમિયાન શ્રૃંગાર ગૌરી- જ્ઞાનવાપીમાં સરવે કર્યો હતો. વિશાલ સિંહે રિપોર્ટના અંતમાં ઉલ્લેખ કર્યો છે કે સરવે પૂરો નથી થઈ શક્યો. સરવે હજી ચાલુ રાખવો જોઈએ. ઈતિહાસકાર અને નિષ્ણાતો સાથે પરિસરની સંરચનાની તપાસ કરવી જરૂરી છે.
હટાવાયેલા કમિશનરના રિપોર્ટમાં પણ ખંડિત દેવી-દેવતાઓનો ઉલ્લેખ
આ પહેલાં જ્ઞાનવાપીમાં થયેલા સરવેના રિપોર્ટથી હટાવવામા આવેલા પૂર્વ એડવોકેટ કમિશનર અજય મિશ્રાએ બુધવારે જ કોર્ટમાં તેમનો રિપોર્ટ દાખલ કર્યો છે. તેમણે 2 પેજના રિપોર્ટમાં લખ્યું છે કે, મસ્જિદની અંદર શેષનાગની આકૃતિ સિવાય ખંડિત દેવ વિગર્હ, મંદિરનો કાટમાળ અને હિન્દુ દેવી-દેવતાઓ અને કમળની આકૃતિ, શિલાપટ્ટ મળ્યા છે.
અજય કુમાર મિશ્રાની આગેવાનીમાં 6 અને 7 મેના રોજ સરવેની કાર્યવાહી થઈ હતી. ત્યારપછી 14થી 16 મે સુધી ત્રણ એડ્વોકેટ કમિશનરની હાજરીમાં જ્ઞાનવાપી પરિસરનો સરવે થયો હતો. અજય મિશ્રાએ જણાવ્યું કે, વીડિયોગ્રાફીથી સંબંધિત ચીપ સ્ટેટ ટ્રેઝરીના લોકરમાં સુરક્ષીત રાખવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.