• Gujarati News
  • National
  • Gyanvapi Masjid Case Hearing Will Not Be Held Today, Varanasi Court Lawyers On Strike

જ્ઞાનવાપી પર સુનાવણી મુલત્વી:જ્યાંથી શિવલિંગ મળ્યું તેની નીચેના તહખાનાનો સર્વે કરાવો, જો ત્યાં ફુવારો છે તો વોટર સપ્લાયની સિસ્ટમ બતાવો

વારાણસીએક મહિનો પહેલા
જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરનારી ટીમ. - Divya Bhaskar
જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરનારી ટીમ.

જ્ઞાનવાપી મામલામાં વારાણસી કોર્ટમાં થનારી સુનાવણી મુલત્વી રહી છે. હવે આવતીકાલે એટલે કે ગુરુવારે કોર્ટમાં સુનાવણી હાથધરાશે. બીજી તરફ જ્ઞાનવાપી મામલામાં હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈન બુધવારે મીડયા સમક્ષ આવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યાં શિવલિંગ મળ્યું છે તેની નીચે તહખાનાનો સર્વે કરાવવામાં આવવો જોઈએ. સામેની દિવાલને સાફ કરીને સારી રીતે વીડિયોગ્રાફી થવી જોઈએ. અમને આશા છે કે કોર્ટ અમારી અરજી પર તથ્યો અને સાક્ષીઓના આધારે ચુકાદો સંભળાવશે.

ઉલ્લેખનીય છે કે સોમવારે હરિશંકર જૈનની તબિયત બગડી ગઈ હતી. તે પછીથી તે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. બુધવારે તેમની સ્થિતિમાં થોડો સુધારો થયો છે.

જો ફુવારો છે તો તેને ચલાવીને બતાવો
બીજી તરફ હિન્દુ પક્ષના બીજા વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદના વજૂખાનામાં મળેલા શિવલિંગને બીજો પક્ષ ફુવારો કહી રહ્યો છે. જો એમ છે તો તેઓ ફુવારો ચાલુ કરીને બતાવે. ફુવારો છે તો ત્યાં વોટર સપ્લાયની સંપૂર્ણ સિસ્ટમ પણ હશે. એવામાં પ્રતિવાદી પક્ષને તપાસમાં વાંધો શાં માટે છે? તેમણે એ પણ દાવો કર્યો કે નંદી મહારાજની સામે વ્યાસજીના કક્ષથી શિવલિંગ સુધી રસ્તો જાય છે. કોર્ટ પાસે ત્યાં ખોદકામ કરાવવાની માંગ કરવામાં આવી છે. વિષ્ણુ જૈને એ પણ કહ્યું કે માહોલ સારો બનાવી રાખવાની જવાબદારી માત્ર એક પક્ષની જ નથી.

વારાણસીમાં આજે અને 20 મેના રોજ વકીલોની હડતાળ
વારાણસીમાં આજે અને 20 મેના રોજ રાજ્ય લેવલના વકીલોની હડતાળ છે. વકીલોની વિરુદ્ધ સરકારના એક પત્ર પર નારાજગીના પગલે વકીલો હડતાળ પર છે. તેની અસર જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી પણ પર પડી છે. આજે મંદિરના બાકીના હિસ્સાના સર્વે અને ક્થિત શિવલિંગની ચારે તરફથી દિવાલોને હટાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી થવાની હતી.

ક્યાં મામલામાં આજે સુનાવણી થવાની હતી?
જ્ઞાનવાપીનો સર્વે થઈ ગયો અને સુપ્રીમ કોર્ટે સિવિલ કોર્ટમાં વધુ સુનાવણી પર રોક લગાવવાથી પણ ઈન્કાર કર્યો છે. શિવલિંગ મળ્યું હોવાના દાવા પછી શ્રૃંગાર ગૌરીની સામેની દિવાલને હટાવવાની માંગ કરવામાં આવી છે. આજે આ મામલામાં વારાણસી સિવિલ કોર્ટમાં સુનાવણી હાથધરાવવાની હતી.

આ અરજીને ત્રણ મહિલાઓએ દાખલ કરી છે, તેઓ પૂજા કરવાનો અધિકાર ઈચ્છે છે. ઘટના સ્થળેથી કાટમાળ હટાવવાની માંગ પર પણ આજે સુનાવણી થવાની હતી.

કોર્ટ કમિશ્નર અજય મિશ્રને હટાવવામાં આવ્યા
આ દરમિયાન સર્વેના રિપોર્ટ માટે વધુ બે દિવસનો સમય આપતા સિવિલ કોર્ટે એડવોકેટ કમિશ્નર અજય કુમાર મિશ્રાને હટાવી દીધા છે. તેમની જ દેખરેખ હેઠળ તમામ સર્વે થયા હતા. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં હવે વધુ સુનાવણી 19 મેના રોજ હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે પહેલા જ શિવલિંગ વાળી જગ્યાને સુરક્ષિત રાખવાની સાથે જ નમાઝને ન રોકવાનું કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...