કોલકાતા એરપોર્ટ પર એક એવી ઘટના બની, જેને જોઈને અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા. એર ઈન્ટેલિજન્સ યુનિટના કોલકાતા કસ્ટમ્સના અધિકારીઓને સૂચના મળી હતી કે એક મુસાફર ગેરકાયદે ડોલરની હેરાફેરી કરી રહ્યો છે. બાતમીના આધારે શંકાસ્પદ મુસાફરને રોકવામાં આવ્યો અને તેના માલ-સામાનની ચકાસણી કરવામાં આવી. ત્યારે જે હકીકત સામે આવી એને કારણે સૌકોઈ ચકરાવે ચડી ગયા. આ મુસાફર પાસે જાણે કંપનીમાંથી જ પેક થઈને આવ્યા હોય એવાં ગુટકાનાં પાઉચ હતાં, પરંતુ તેણે ગુટકાના દરેક પેકેટમાં 100-100 ડોલરની બે એમ ઘણી બધી નોટ સંતાડી હતી. કસ્ટમ્સ અધિકારીઓએ એક બાદ એક ગુટકાનાં પેકેટ તોડવાનાં શરૂ કર્યા તો સોપારીની સાથે જ ડોલરનો પણ ઢગલો થઈ ગયો હતો. ગણતરી માંડી તો 40 હજાર અમેરિકન ડોલર હોવાનો ઘટસ્ફોટ થયો, જેને ભારતીય ચલણમાં ગણીએ તો 32 લાખ 78 હજાર રૂપિયા થાય. આજની DB REELSમાં જુઓ ડોલરની ગેરકાયદે હેરાફેરીનો સૌથી આશ્ચર્યજનક વીડિયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.