• Gujarati News
  • National
  • Gurmeet Ram Rahim Convicted Of Killing Dera Manager Ranjit Singh, Already In Jail On Rape Charge

રણજીત સિંહ હત્યાકાંડ:ગુરમીત રામ રહીમને ડેરા મેનેજર રણજીત સિંહની હત્યા માટે દોષિત જાહેર, પહેલેથી જ બળાત્કારના કેસમાં જેલમાં છે રામ રહીમ

હરિયાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પંચકુલાની સીબીઆઈ કોર્ટે રામ રહીમ અને અન્ય આરોપીઓને ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યામાં દોષિત જાહેર કર્યા - Divya Bhaskar
પંચકુલાની સીબીઆઈ કોર્ટે રામ રહીમ અને અન્ય આરોપીઓને ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યામાં દોષિત જાહેર કર્યા
  • રામ રહીમને12 ઓક્ટોબરના રોજ સજા સંભળાવામાં આવશે

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ, જે પહેલેથી જ બળાત્કારના કેસમાં જેલની સજા ભોગવી રહ્યો છે, તેને વધુ એક હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. પંચકુલાની સીબીઆઈ કોર્ટે તેને અને અન્ય આરોપીઓને ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યામાં દોષિત જાહેર કર્યા છે. આ બધાને 12 ઓક્ટોબરના રોજ સજા સંભળાવામાં આવશે. હરિયાણાના કુરુક્ષેત્રમાં 10 જુલાઈ 2002 ના રોજ રણજિત સિંહની હત્યા કરવામાં આવી હતી.

શુક્રવારે આરોપી ડેરામુખી ગુરમીત રામ રહીમ અને કૃષ્ણ કુમાર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કેસમાં હાજર થયા હતા. જ્યારે, આરોપી અવતાર, જસવીર અને સબદિલ સીધા કોર્ટમાં હાજર થયા હતા.

તમામ આરોપીઓને દોષિત જાહેર
આ કેસમાં શુક્રવારે યોજાયેલી સુનાવણી દરમિયાન તમામ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટ આ કેસમાં પોતાનો પહેલો ચુકાદો 26 ઓગસ્ટના રોજ સંભળાવ્યો હતો. ફરિયાદીના વકીલ એચપીએસ વર્માએ કહ્યું કે 19 વર્ષ જૂના આ કેસમાં 12 ઓગસ્ટના રોજ બચાવ પક્ષની અંતિમ દલીલો પૂર્ણ થઈ હતી. CBIના જજ ડો.સુશીલ કુમાર ગર્ગની કોર્ટમાં લગભગ અઢી કલાકની ચર્ચા બાદ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

રામ રહીમ આજીવન કેદની સજા ભોગવી રહ્યો
સાધ્વીઓના યૌન શોષણના કેસમાં ગુરમીત રામ રહીમને 20 વર્ષની સજા થઈ ચૂકી છે અને તે પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં આજીવન કેદની સજા સુનારિયા જેલમાં સજા ભોગવી રહ્યો છે. રામ રહીમને આ પહેલા સીબીઆઈ જજ જગદીપ સિંહે સજા ફટકારી હતી. આ વર્ષે જ જગદીપની બદલી કરવામાં આવી હતી. તેમના સ્થાને ચંદીગઢમાં સીબીઆઈ જજ તરીકે રહેલા ડો.સુશીલ ગર્ગને પંચકુલા સીબીઆઈ સ્પેશિયલ કોર્ટમાં નિમણૂંક કરવામાં આવ્યા છે.

રામ રહીમ સુનારિયા જેલમાં આજીવન કેદની સજા સજા ભોગવી રહ્યો છે.
રામ રહીમ સુનારિયા જેલમાં આજીવન કેદની સજા સજા ભોગવી રહ્યો છે.

2003 માં CBI તપાસની માંગ કરવામાં આવી હતી
10 જુલાઈ, 2002 ના રોજ કુરુક્ષેત્રના રણજીત સિંહની હત્યા કરવામાં આવી હતી, જે ડેરાની મેનેજમેન્ટ કમિટીના સભ્ય હતા. ડેરા મેનેજમેન્ટને શંકા હતી કે રણજીતસિંહે સાધ્વીના જાતીય શોષણનો એક નનામો પત્ર તેની બહેન પાસેથી જ લખાવ્યો હતો. પોલીસ તપાસથી અસંતુષ્ટ રણજીતના પિતાએ જાન્યુઆરી 2003માં હાઇકોર્ટમાં અરજી કરીને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. સીબીઆઈએ આ મામલાની તપાસ કરતી વખતે આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...