તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Gujarat Ranks 7th In Vaccinations, Madhya Pradesh Tops The Country In Vaccinations, Delhi Lags Behind

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:દેશમાં કોરોનાની રસી આપવામાં ગુજરાત 7મા નંબરે, વેક્સિનેશનમાં દેશભરમાં મધ્યપ્રદેશ ટોપ પર, દિલ્હી સૌથી પાછળ

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: પવન કુમાર
 • કૉપી લિંક
દિલ્હી, છત્તીસગઢ, પંજાબ અને મહારાષ્ટ્રમાં સૌથી ધીમે રસી અપાઈ રહી છે. - Divya Bhaskar
દિલ્હી, છત્તીસગઢ, પંજાબ અને મહારાષ્ટ્રમાં સૌથી ધીમે રસી અપાઈ રહી છે.
 • દેશમાં જાન્યુઆરીમાં 92.61 લાખ હેલ્થવર્કર્સને રસી આપવાનું લક્ષ્ય હતું, 42.7% પૂરું

દેશમાં કોરોનાની રસી આપવાની ઝડપ હવે અપેક્ષા કરતાં અડધી થઈ ગઈ છે. 31 જાન્યુઆરી સુધીનું આ કુલ 39.5 લાખ હેલ્થ વર્કરને રસી અપાઈ છે જે કુલ લક્ષ્યના 42.7 ટકા છે. હકીકતમાં 31 જાન્યુઆરી સુધી તમામ 92.6 લાખ હેલ્થ વર્કરને જ્યારે ફેબ્રુઆરીના અંત સુધીમાં તમામ 3 કરોડ હેલ્થ ફ્રન્ટલાઈનવર્કરને રસી આપવાનું લક્ષ્ય હતું. રસીકરણમાં મ.પ્ર. સૌથી આગળ છે. અહીં 69.4 ટકા હેલ્થ વર્કરને રસી અપાઈ ચૂકી છે. તેલંગાણા અને રાજસ્થાન અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે.

બીજી બાજુ દિલ્હી, છત્તીસગઢ, પંજાબ અને મહારાષ્ટ્રમાં સૌથી ધીમે રસી અપાઈ રહી છે. અત્યાર સુધીમાં માત્ર 8 રાજ્ય એવા છે કે જ્યાં અડધાથી વધુ હેલ્થવર્કરને રસી અપાઈ છે. 8 રાજ્યો એવા છે કે જ્યાં અત્યાર સુધીમાં 20% હેલ્થ વર્કરને પણ રસી આપી શકાઈ નથી. ગુજરાત 7મા ક્રમે છે.

જો આ ઝડપ રહેશે તો ફેબ્રુઆરી સુધીમાં 3 કરોડ રસીનું લક્ષ્ય મુશ્કેલ
ભારતમાં 16 જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત થઈ. ત્યારે એવું કહેવાયું હતું કે ફેબ્રુઆરીના અંત સુધીમાં એટલે કે કુલ 44 દિવસમાં 3 કરોડ રસી આપવાનું લક્ષ્ય છે. આ માટે રોજ 6.82 લાખ રસી આપવી જરૂરી હતી. જ્યારે અત્યાર સુધી રોજની સરેરાશ 2.32 લાખની છે આથી હવે જો ફેબ્રુઆરીમાં 3 કરોડનું લક્ષ્યાંક પાર પાડવું હોય તો 27 દિવસમાં રોજ 9.6 લાખ રસી આપવાની રહેશે.

60 દેશ આપણી પાસે રસી માગી રહ્યા છે
છેલ્લા બે મહિનાથી 60 દેશ ભારત સરકાર પાસે રસી માગી ચૂક્યા છે તેમાંથી 17 દેશને 31 જાન્યુઆરી સુધીમાં 64 લાખ રસીના ડોઝ મોકલી અપાઈ છે.

વેકિસનેશન દેશભર એમપી ટોપ પર, દિલ્હી સૌથી પાછળ (આંકડા 31 જાન્યુઆરી સુધીના)

ટોપ 7 રાજ્યઅત્યારસુધીમાં કુલ રસીનોંધાયેલા હેલ્થવર્કર
લક્ષ્ય
પૂરું
મધ્ય પ્રદેશ2,98,3764,29,98169.40%
તેલંગાણા1,68,7712,45,77568.70%
રાજસ્થાન3,33,9305,24,21863.70%
ઓડિશા2,07,4623,59,65357.70%
હરિયાણા1,26,7592,24,37656.50%
યુપી4,63,7939,06,75251.10%
ગુજરાત2,56,0975,16,42549.60%
અહીં ઝડપ ધીમીઅત્યારસુધી કુલ રસીનોંધાયેલા હેલ્થવર્કરલક્ષ્ય પૂરું
દિલ્હી54,7112,78,34319.70%
તામિલનાડુ1,12,6875,32,60521.20%
છત્તીસગઢ76,7052,73,44228.10%
ઝારખંડ48,0571,63,84429.30%
પંજાબ59,2851,97,48130.00%
મહારાષ્ટ્ર3,10,8259,63,85732.20%
પ.બંગાળ2,66,4077,00,41838.00%
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો