તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્ય ચૂંટણીપંચનો નિર્ણય:કોરોના મહામારીને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 3 મહિના મોકૂફ, ત્રણ માસ પછી સમીક્ષા બાદ ચૂંટણી અંગે નિર્ણય

અમદાવાદ6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 6 મહાનગર પાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી મોકૂફ

ગુજરાતમાં આગામી નવેમ્બરમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. પરંતુ કોરોનાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. 6 મહાનગર પાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની મુદ્દત નવેમ્બરમાં પુરી થઈ રહી છે. રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે પરંતુ પંચાયતોની ચૂંટણીની કવાયત ખુબ જ મોટી બની રહે તેમ હોવાથી ચૂંટણીપંચ પણ અવઢવમાં હતું. કેટલાક દિવસોથી કોર્પોરેશન તથા પંચાયતોની ચૂંટણી મોડી થવાની અટકળો ચાલી જ રહી હતી.

(વાંચો સંપૂર્ણ અહેવાલઃ જૂનમાં જ દિવ્યભાસ્કરે અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યનીચૂંટણી પાછી ઠેલાશે)

ત્રણ માસ પછી સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવાશે
આ અંગે ચૂંટણીપંચે જાહેરનામું બહાર પડ્યું છે અને જણાવ્યું છે કે આગામી ત્રણ માસ પછી કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, રાજકોટ,વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી વર્ષ 2015માં થઈ હતી જેની મુદત નવેમ્બરમાં પુરી થઈ રહી છે.

વિવિધ કર્મચારી મંડળો દ્વારા ચૂંટણી યોજવાનો વિરોધ કરવામાં આવ્યો હતો
રાજ્યમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણીઓ 3 નવેમ્બરે યોજાનાર છે ત્યારે પાલિકા -પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પણ નવેમ્બર-ડિસેમ્બરમાં નિયત સમયે યોજવા માટે રાજ્ય ચૂંટણી આયોગ તૈયારી કરી રહ્યું હતું. કોરોના સંક્રમણના પગલે ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા 15 જેટલા વિવિધ કર્મચારી મંડળો દ્વારા ચૂંટણી યોજવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો