તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Gujarat, Delhi, Rajasthan And Haryana Have A + Grades In Education; Punjab, Chandigarh, Tamil Nadu, Kerala Beat A ++, Bihar

સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાનો પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ:ગુજરાત, દિલ્હી, રાજસ્થાન અને હરિયાણાને શિક્ષણમાં A+ ગ્રેડ; પંજાબ, ચંદીગઢ, તામિલનાડુ, કેરળને A++, બિહાર પછડાયું

નવી દિલ્હી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રવિવારે સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાનો પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ (પીજીઆઈ) જારી કર્યો હતો. 2019-20ના આ ઈન્ડેક્સમાં પંજાબ, ચંદીગઢ, તમિલનાડુ, આંદામાન-નિકોબાર અને કેરળને ઉચ્ચતમ A++ અપાયો છે, જ્યારે ગુજરાત, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પુડુચેરી અને દાદરા નગર હવેલીને A+ ગ્રેડ અપાયો છે.

મણિપુરમાં સૌથી ઓછો સુધારો થયો
પીજીઆઈ અંતર્ગત રાજ્યોમાં શિક્ષણ વ્યવસ્થા 70 માપદંડ પર મપાય છે. આ વખતે જારી પીજીઆઈ રિપોર્ટ પ્રમાણે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્કોરમાં સુધારો થયો છે. પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંદામાન નિકોબાર, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં ઓછોમાં ઓછો 20%નો સુધારો થયો છે. એવી જ રીતે, 13 રાજ્યના પાયાના શૈક્ષણિક માળખા અને સુવિધાઓમાં 10% સુધારો જોવા મળ્યો છે. બીજી તરફ, 19 રાજ્યમાં 10%નો સુધારો થયો છે. પંજાબે શાસન-સંચાલનમાં સૌથી વધુ સ્કોર હાંસલ કર્યો છે, જ્યારે બિહાર અને મેઘાલય પાયાના માળખા અને સુવિધાઓમાં સૌથી પાછળ છે. પીજીઆઈ રિપોર્ટ છેલ્લા ત્રણ વર્ષથી તૈયાર કરીને જાહેર કરાય છે.

અમારું લક્ષ્ય રાજ્યોને ઉચ્ચ સ્તરે લાવવાનું છે : શિક્ષણ મંત્રી
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે નવા પીજીઆઈ રિપોર્ટ મુદ્દે સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, પીજીઆઈનો મુખ્ય હેતુ રાજ્યોને એ ક્ષેત્રોની માહિતી આપવાનો છે, જેમાં સુધારાની જરૂર હોય. અમારું લક્ષ્ય તમામ રાજ્યોને ઉચ્ચ સ્તરે લાવવાનું છે.

કયા રાજ્યોને કયો ગ્રેડ મળ્યો

ગ્રેડ A++

પંજાબ, ચંદીગઢ, તામિલનાડુ, આંદામાન-નિકોબાર અને કેરળ

ગ્રેડ A+

ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, એનસીટી-દિલ્હી, પુડુચેરી, દાદરાનગર હવેલી

ગ્રેડ I

ઉ. પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પ. બંગાળ, હિમાચલ, કર્ણાટક, ઓડિશા, ત્રિપુરા, દમણ-દીવ

ગ્રેડ II

ઉત્તરાખંડ, ગોવા, ઝારખંડ, લક્ષદ્વીપ, મણિપુર, સિક્કિમ, તેલંગાણા, જમ્મુ-કાશ્મીર

ગ્રેડ IIIમ. પ્રદેશ, આસામ, બિહાર, મિઝોરમ
ગ્રેડ IVઅરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડ
ગ્રેડ Vમેઘાલય
ગ્રેડ VIIલદાખ