• Gujarati News
  • National
  • Gujara: 80 Thousand Will Give NEET, 40 Thousand JEE Exams, 7 States Are Oppose NEET JEE

શિક્ષણ:ગુજરાતમાં 80 હજાર NEET, 40 હજાર JEEની પરીક્ષા આપશે, NEET-JEEના વિરોધમાં 7 રાજ્ય પણ ગુજરાત તૈયાર

નવી દિલ્હી/કોટાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે તમામ રાજ્યોએ એકસાથે સુપ્રીમકોર્ટમાં અપીલ કરવી જોઇએ.  - Divya Bhaskar
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે તમામ રાજ્યોએ એકસાથે સુપ્રીમકોર્ટમાં અપીલ કરવી જોઇએ. 
  • વિદ્યાર્થીઓની મજબૂરી, 200થી 250 કિમી દૂર સેન્ટર મળ્યાં, ટ્રેન-બસ વિના કઈ રીતે જઈ શકશે, ચેપનો પણ ભય

કોરોના મહામારી વચ્ચે જેઈઈ મેઈન્સ અને નીટની પરીક્ષાનું આયોજન હવે સરકાર વિરુદ્ધ વિપક્ષ વચ્ચેના યુદ્ધનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં બુધવારે 7 રાજ્યોના મુખ્યમંત્રીઓએ પરીક્ષા ટાળવાની માગ કરી હતી. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે તમામ રાજ્યોએ એકસાથે સુપ્રીમકોર્ટમાં અપીલ કરવી જોઇએ.

જ્યારે ઝારખંડના સીએમ હેમંત સોરેને કોર્ટ જતાં પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા વાત કહી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમેરિકાના એક રિપોર્ટમાં જણાવાયું છે કે ત્યાં સ્કૂલો શરૂ થતાં જ આશરે 97,000 બાળકો કોરોનાથી ચેપગ્રસ્ત થઈ ગયાં. જો અહીં એવું થશે તો આપણે શું કરીશું? આપણે નક્કી કરવું પડશે કે કેન્દ્રથી ડરવું છે કે લડવું છે. પુડ્ડુચેરીના સીએમ વી.નારાયણસામીએ કહ્યું કે જો પરીક્ષા યોજાશે તો કોરોનાના કેસ નક્કી જ વધશે. તેના માટે ભારત સરકાર જ જવાબદાર ગણાશે. બિનભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં ઓડિશા અને દિલ્હીના મુખ્યમંત્રી સામેલ થયા ન હતા. જોકે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદયા અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પણ પરીક્ષા રદ કરવાની માગ કરી ચૂક્યા છે.

NSUIએ અનિશ્ચિતકાળ માટે ભૂખ હડતાળની શરૂઆત
વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ જેઈઈ અને નીટ ટાળવાની માગ સાથે અનિશ્ચિતકાળ માટે ભૂખ હડતાળની શરૂઆત કરી હતી. સંગઠનના અધ્યક્ષ નીરજ કુંદન સહિત આઠ લોકો ભૂખ હડતાળ પર બેઠા હતા. જોકે પરીક્ષા યોજનાર એજન્સી એનટીએ વારંવાર સ્પષ્ટ કરી ચૂકી છે કે જેઈઈ મેઈન્સ 1થી 6 સપ્ટેમ્બર અને નીટ એન્ટ્રેન્સ 13 સપ્ટેમ્બરે યોજાશે. બંને પરીક્ષાઓ માટે આશરે 25.50 લાખ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

250 કિમી દૂર સેન્ટર, પૂરને લીધે પહોંચવું મુશ્કેલ
બિહારનો દાનિશ ખાન ભાગલપુરમાં રહે છે. નીટનું સેન્ટર પટણા અને ગયામાં જ છે. તેને ઘરેથી 250 કિમી દૂર પટણામાં સેન્ટર મળ્યું છે. ત્યાં માટે ફક્ત એક ટ્રેન છે. પૂરને લીધે રોડ પણ પ્રભાવિત છે. તે કહે છે કે પ્રાઈવેટ ટેક્સી કરીને જવું પડશે. એલર્જી અને આંખની પણ સમસ્યા છે. એવામાં 3 કલાક માસ્ક પહેરી પરીક્ષા કઈ રીતે આપી શકીશ?

ટેક્સીવાળા પણ જવાની ના પાડે છે
કર્ણાટકના મહેશનું સેન્ટર 200 કિમી દૂર છે. જેઈઈ મેઈન્સ માટે તેણે સવારે 7 વાગ્ય સેન્ટર પર પહોંચવાનું છે. હાલ તેને બસ-ટ્રેન નથી મળી રહી. ખાનગી ટેક્સી ઓપરેટરો પણ જવાની ના પાડે છે. તે કહે છે કે સેન્ટર પર કઈ રીતે પહોંચી શકીશ તે સમજાતું જ નથી.

પૂર વચ્ચે સેન્ટર સુધી પહોંચવા 4.5 કલાકનું સફર
આસામની વિદ્યાર્થિની દેબોશ્રી કહે છે કે મને નીટ સેન્ટર સુધી પહોંચવા 4.5 કલાકની મુસાફરી કરવી પડશે. પૂરને લીધે ટ્રાન્સપોર્ટેશન ઠપ છે. મારું ઘર પણ પાણી વચ્ચે ઘેરાયેલું છે.

અન્ય સમાચારો પણ છે...